કેનેડા સરકારે આંતરરાષ્ટ્રીય વિઝા ખાસ કરીને સ્ટુડન્ટ વિઝામાં કાપ મુક્યો છે. જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે કેટલાક લોકો અમારી ઈમિગ્રેશન પોલિસીનો દુરૂપયોગ કરી રહ્યા છે. આવા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
હવે કેનેડામાં અસ્થાયી નિવાસીઓની સંખ્યાને રોકવા માટે વિદેશી કામદારો માટે નિયમો કડક કરવામાં આવશે. ‘X’ પર પોસ્ટ કેનેડીયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ લખ્યું કે, અમારી સરકાર આ વર્ષથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને 35 ટકા ઓછા વિઝા આપશે.
ઉલ્લેખનીય છે કે સરકારની આ યોજના મુજબ આગામી વર્ષ 2025માં આંતરરાષ્ટ્રીય વિઝાની સંખ્યા ઘટાડીને 4,37,000 કરાશે, જે આ વર્ષ 2024માં 4,85,000 છે એટલે કે આ લગભગ 10 ટકા ઘટાડો થશે. વર્ષ 2023માં કેનેડાએ અંદાજે 5,09,390 વિઝા આપ્યા હતા. આ વર્ષે 2024માં અત્યાર સુધીમાં 1,75,920 વિઝા આપવામાં આવ્યા છે.
કેનેડાના વિદેશ મંત્રી માર્ક મિલરે કહ્યું કે, કેનેડામાં બીજા દેશમાંથી આવનાર દરેક વ્યક્તિ પાછા જવા માંગતો નથી. દરેક વ્યક્તિ અહીં સ્થાયી થવા માંગે છે. મિલરે ઉમેર્યુ કે, કેનેડા આવવાનું વિચારી રહેલા ઘણા લોકો હવે અહીં આવી શકશે નહીં.