કેનેડા સ્થિત ભારતીય રાજદૂત સંજય કુમારે ટ્રુડોને આડે હાથ લીધા, નિજ્જર હત્યામાં ભારત વિરૂદ્ધ પુરાવા માંગ્યા
કેનેડા અને ભારતના સંબંધો વણસી રહ્યા છે. જેનું મુખ્ય કારણ નિજ્જર હત્યાકાંડ છે. જો કે કેનેડા સ્થિત ભારતના હાઈ કમિશ્નર સંજય કુમારે જસ્ટિન ટ્રુડો પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે ટ્રુડોને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું છે કે, નિજ્જરની હત્યામાં ભારત વિરૂદ્ધ પુરાવા હોય તો સત્વરે રજૂ કરો.
કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય વર્માએ હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં ભારત વિરુદ્ધ જસ્ટિન ટ્રુડો સરકારના આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે. સીટીવી સાથેની વાતચીતમાં વર્માએ તાજેતરના ભૂતકાળમાં કેનેડાની સરકાર દ્વારા ભારત સરકાર અને તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા.
કેનેડા સરકારના વલણ પર સખત નારાજગી વ્યક્ત કરતા વર્માએ કહ્યું કે તેઓએ તેમના આરોપોના સમર્થનમાં પુરાવા પ્રદાન કરવાની જરૂર છે. તેમણે કહ્યું, ‘હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે સંજય કુમાર વર્માને કોઈ લેવાદેવા નથી. આ અંગેના તમામ આક્ષેપો પાયાવિહોણા અને રાજકીય પ્રેરિત છે. જો આ આરોપોમાં સત્ય છે તો કેનેડા સરકાર દ્વારા શા માટે કોઈ પુરાવા રજૂ કરવામાં આવી રહ્યા નથી?
સંજય કુમાર વર્માનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલી અને કેનેડાના અધિકારીઓએ કહ્યું છે કે ભારતીય રાજદ્વારીઓ તેમના દેશમાં હત્યા જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. જોલીની ટિપ્પણી પર વર્માએ કહ્યું કે કેનેડાના મંત્રી હવામાં વાતો કરી રહ્યા છે. આ રાજકીય ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટેના પેંતરા છે.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him