કેનેડાએ પીછેહઠ કરી, વડાપ્રધાન મોદીને બદનામ કરતો અહેવાલ ફગાવ્યો
કેનેડાની સરકારે એક નિવેદન બહાર પાડીને તે અહેવાલને નકારી કાઢ્યો છે જેમાં પીએમ મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનું નામ નિજ્જર હત્યા કેસમાં અપરાધિક પ્રવૃત્તિના કેસમાં લેવામાં આવ્યું હતું. કેનેડાની સરકારે આ મીડિયા રિપોર્ટને અનુમાનજનક અને ખોટો ગણાવ્યો છે. આમ કેનેડાએ પીછેહઠ કરી છે.
કેનેડિયન મીડિયામાં ભારતને બદનામ કરતા અહેવાલ પર નવી દિલ્હીની ઝાટકણી બાદ કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારની શાન ઠેકાણે આવી છે. કેનેડાની સરકારે એક નિવેદન જારી કરીને એ અહેવાલને નકારી કાઢ્યો છે જેમાં કેનેડામાં ગુનાહિત પ્રવૃતિના મામલા (નિજ્જર હત્યા કેસ)માં પીએમ મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનું નામ આપવામાં આવ્યું હતું. જો કે કેનેડાએ ભારતના ગૃહમંત્રી અમિત શાહ અંગે મૌન જાળવી રાખ્યું છે.
કેનેડાની પ્રિવી કાઉન્સિલ ઑફિસે વડાપ્રધાનના રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર સલાહકાર દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કેનેડા સરકાર માનતી નથી કે કેનેડામાં કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ પાછળ પીએમ મોદી, જયશંકર અને અજીત ડોભાલનો હાથ છે.
કેનેડાની સરકારે કહ્યું છે કે તેમની પાસે એવા કોઈ પુરાવા નથી જે મોદીને આવી કોઈ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિની જાણકારી હતી તેવું સાબિત કરે.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him