Justnownews

બ્રિટિનના વડાપ્રધાન કીર સ્ટારરના દિવાળી સેલિબ્રેશનમાં નોનવેજ અને દારૂ પીરસાતા વિવાદ થયો, હિન્દુ સમુદાયોનો વિરોધ

UK PM

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારર દ્વારા આયોજિત દિવાળી રિસેપ્શનના મેનુમાં નોનવેજ અને આલ્કોહોલનો સમાવેશ થતા વિવાદ થયો છે. બ્રિટનમાં વસતા હિન્દુઓએ દિવાળી રિસેપ્શનના આ મેનુ અંગે સાંસ્કૃતિક સંવેદનશીલતાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે.  

Diwali celebration

ઘણા બ્રિટિશ હિન્દુઓએ 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વડાપ્રધાન કીર સ્ટારર દ્વારા આયોજિત દિવાળી રિસેપ્શનના મેનુ અંગે સાંસ્કૃતિક સંવેદનશીલતાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. દિવાળીની ઉજવણીમાં કથિત રીતે નોનવેજ બ્રેકફાસ્ટ અને આલ્કોહોલનો સમાવેશ થતો હતો, જેની હિન્દુ સમુદાય દ્વારા ટીકા કરવામાં આવી હતી.

હિન્દુ સામુદાયિક સંસ્થા ઈનસાઈટ યુકેએ પણ આ ઘટના અંગે નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે દિવાળીના ધાર્મિક મહત્વ વિશે સમજના ભયાનક અભાવ ગણાવ્યો. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં, જૂથે સમજાવ્યું કે દિવાળી એ માત્ર ઉજવણીનો સમય નથી પણ હિન્દુઓ માટે એક ઊંડો આધ્યાત્મિક અવસર પણ છે.

ઇનસાઇટ યુકેએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન દ્વારા આયોજિત દિવાળીની ઉજવણી માટેના મેનુની પસંદગી દિવાળીના તહેવાર સાથે સંકળાયેલી ધાર્મિક પરંપરાઓ પ્રત્યેની સમજ અથવા આદરની ભયજનક અભાવ દર્શાવે છે.” જૂથે એ પણ પ્રશ્ન કર્યો હતો કે શું વધુ સાંસ્કૃતિક સંવેદનશીલતાને સુનિશ્ચિત કરવા માટે આ કાર્યક્રમ પહેલા હિન્દુ સમુદાયના સંગઠનો અને ધાર્મિક નેતાઓની સલાહ લેવામાં આવી હતી.

જૂથે કહ્યું, “અમે ભવિષ્યના કાર્યક્રમો અને ઉજવણીઓમાં વધુ વિચાર-વિમર્શની વિનંતી કરીએ છીએ જેનો ઉદ્દેશ બહુસાંસ્કૃતિકતા અને સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવાનો છે, પરંતુ તેઓ જે સમુદાયનું સન્માન કરવા માગે છે તેની સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રથાઓનું ધ્યાન રાખતા નથી.”

Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him

Exit mobile version