બ્રિટને ૬ઠ્ઠી પેઢીના ફાયટર જેટનું નિર્માણ શરૂ કર્યુ, ચીનના ૫મી પેઢીના વિમાનનો વળતો જવાબ
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમેરે છઠ્ઠી પેઢીના ફાઈટર જેટ પ્રોગ્રામને મંજૂરી આપી છે. ચીન અને રશિયાના વધતા ખતરાનો સામનો કરવાના ઉદ્દેશ્ય સાથે બ્રિટન તેના G-7 સહયોગી ઇટાલી અને જાપાન સાથે મળીને તેને વિકસાવી રહ્યું છે. આ વિશ્વનો બીજો છઠ્ઠી પેઢીનો જેટ પ્રોગ્રામ હશે.
ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારર અને તેમની કેબિનેટે ગ્લોબલ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામ (GCAP)ને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટની ઔપચારિક જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. આ એરક્રાફ્ટ બ્રિટન તેના G-7 સહયોગી ઇટાલી અને જાપાન સાથે મળીને તૈયાર કરી રહ્યું છે.
રશિયા અને ચીન તરફથી વધી રહેલા ખતરાનો સામનો કરવા માટે GCAP પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ બે અલગ-અલગ લશ્કરી કાર્યક્રમોને જોડશે – યુકે અને ઇટાલીનો ટેમ્પેસ્ટ પ્રોજેક્ટ અને જાપાનનો એફ-એક્સ પ્રોગ્રામ. ઇટાલી, જાપાન અને યુકેએ ગયા વર્ષે ડિસેમ્બરમાં એક સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, જોકે, લેબર પાર્ટીની સ્ટ્રેટેજિક ડિફેન્સ રિવ્યૂ અથવા SDRને કારણે બ્રિટનની ભાગીદારી અંગે અનિશ્ચિતતા રહી હતી. જો કે, વડા પ્રધાન સ્ટારમરની મંજૂરી સાથે, તે ભય દૂર કરવામાં આવ્યો છે.
ભારત હજુ ચોથી પેઢીના વિમાનની રાહ જોઈ રહ્યું છે ત્યારે બ્રિટને છઠ્ઠી પેઢીના સ્ટીલ્થ ફાઈટર જેટ પર કામ શરૂ કરી દીધું છે. આ વિશ્વનો બીજો છઠ્ઠી પેઢીનો એરક્રાફ્ટ પ્રોજેક્ટ હશે.
ભારતીય વાયુસેના તેના પ્રથમ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) માર્ક-1A તેજસની રાહ જોઈ રહી છે. વાયુસેનાએ વર્ષ 2021માં 83 તેજસ ફાઈટર જેટનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તેની ડિલિવરી હજુ શરૂ થઈ નથી. તેજસના આગમન પછી, ભારતીય વાયુસેના જૂના મિગ શ્રેણીના વિમાનોને તબક્કાવાર બહાર કરવાની યોજના ધરાવે છે, પરંતુ એવું લાગે છે કે આમાં સમય લાગી શકે છે.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him