Breaking News : રિષભ પંત બન્યો લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન, IPLનો મોટો રેકોર્ડ તોડ્યો

રિષભ પંત લખનઉ સુપરજાયન્ટ્સ ટીમનો કેપ્ટન બન્યો છે. IPL 2025 માટે લખનૌ સુપર જાયન્ટ્સે તેમના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. લખનૌની છેલ્લી ત્રણ સિઝનમાં કેએલ રાહુલની કપ્તાની હતી પરંતુ આ સિઝન પહેલા તેને ટીમે બહાર કરી દીધો હતો. ટીમે રિષભ પંત પર દાવ લગાવ્યો અને તેને 27 કરોડ રૂપિયાની રેકોર્ડબ્રેક કિંમતે ખરીદ્યો. IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી હોવા ઉપરાંત પંત સૌથી મોંઘો કેપ્ટન પણ બની ગયો છે.
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના માલિક સંજીવ ગોએન્કાએ રિષભ પંત સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને જણાવ્યું કે આ વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન ટીમની કમાન સંભાળશે. આ જાહેરાતની સાથે જ સંજીવ ગોએન્કાએ દાવો કર્યો હતો કે રિષભ પંત માત્ર આ ટીમનો જ નહીં પરંતુ સમગ્ર IPLનો મહાન કેપ્ટન સાબિત થશે.
IPL 2025માં રિષભ પંત લખનૌની કેપ્ટનશીપ કરશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું. જોકે, તેણે વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રહી ચૂકેલા નિકોલસ પૂરનના પડકારનો સામનો કર્યો અને તેનું પ્રદર્શન પણ જોરદાર રહ્યું છે. પરંતુ અંતે પંતનો જ વિજય થયો હતો.
રિષભ પંતને IPLમાં કેપ્ટનશિપ કરવાનો સારો અનુભવ છે. તે વર્ષ 2021માં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બન્યો હતો. પરંતુ 2024 પછી તેમનો રસ્તો દિલ્હીથી અલગ થઈ ગયો. આ પછી તે લખનૌની ટીમમાં આવ્યો અને હવે તેનો હેતુ ટીમને ચેમ્પિયન બનાવવાનો રહેશે.
લખનૌ સુપરજાયન્ટ્સે પંતને કેપ્ટન બનાવીને તેમની જૂની પરંપરા જાળવી રાખી છે. વાસ્તવમાં, પંત ત્રીજા ભારતીય વિકેટકીપર છે જેને સંજીવ ગોએન્કાની ફ્રેન્ચાઈઝી દ્વારા કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પંત પહેલા ધોનીએ પુણે સુપરજાયન્ટની કેપ્ટનશીપ કરી હતી. આ પછી કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
રિષભ પંત, નિકોલસ પૂરન, આયુષ બદોની, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, મોહસીન ખાન, ડેવિડ મિલર, એડન માર્કરામ, મિશેલ માર્શ, શાહબાઝ અહેમદ, આકાશ સિંહ, અવેશ ખાન, અબ્દુલ સમદ, આર્યન જુયલ, આકાશ દીપ, શેમર જોસેફ, પ્રિન્સ યાદવ, યુવરાજ ચૌધરી, રાજવર્ધન હંગરગેકર, અર્શિન કુલકર્ણી , મેથ્યુ બ્રિટ્ઝકે, હિંમત સિંહ, એમ. સિદ્ધાર્થ, દિગ્વેશ સિંહ.