લોકપ્રિય સંગીતકાર હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયાનું ગઈકાલે નિધન થયું હતું. આજે તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં થયા હતા. અંતિમ સંસ્કારમાં બોલિવૂડ સેલેબ્સ ઉમટી પડ્યા હતા.
હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયાનું ગઈકાલે નિધન થયું હતું. આજે તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં થયા હતા. અંતિમ સંસ્કારમાં બોલિવૂડ સેલેબ્સ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન હિમેશ રેશમિયા ભાવુક જોવા મળ્યો હતો. અહીં પહોંચેલા સ્ટાર્સે હિમેશ રેશમિયાને હૈયાધારણ આપી હતી.
હિમેશ રેશમિયાના પિતાની અંતિમ ક્રિયામાં નિર્માતા રમેશ તૌરાની, સાજિદ ખાન, અભિનેતા અતુલ અગ્નિહોત્રી, ગાયક શાન અને ફરાહ ખાન સહિત ઘણા સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા. પિતાના મૃત્યુથી હિમેશ રેશમિયા સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે.
હિમેશના પિતા ઘણા સમયથી બીમાર હતા અને તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું 87 વર્ષની વયે અવસાન થયું હતું.
હિમેશ તેના પિતા વિપિનને પોતાનો મ્યુઝિકલ ગુરૂ માનતો હતો. હિમેશે તેના પિતા પાસેથી સંગીતના પાઠ શીખ્યા હતા. હિમેશે તેના પિતા પહેલા ઘણા સમય પહેલા તેનો એક ભાઈ ગુમાવ્યો હતો. હિમેશનો સહારો તેના પિતા હતા અને હવે તે પણ તેને છોડીને ચાલ્યા ગયા છે.