લેબનોનમાં વિસ્ફોટોની સીલસીલો યથાવત, પેજર બાદ વોકી-ટોકી-લેપટોપ-રેડિયોમાં બ્લાસ્ટ
પેજર બ્લાસ્ટ બાદ લેબનોન ફરી એકવાર બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું છે. લેબનોનના દક્ષિણી શહેરોમાં વોકી-ટોકી, લેપટોપ અને રેડિયોમાં બ્લાસ્ટ થયા છે. આ જીવલેણ વિસ્ફોટોમાં 20 લોકોના મોત થયા હોવાના સમાચાર છે.
લેબનોનમાં હિઝબુલ્લાહના સભ્યોના પેજરમાં વિસ્ફોટના કારણે હાહાકાર મચી જવા પામ્યો હતો. આ ઘટનાના એક દિવસ બાદ લેબનોન ફરી એકવાર બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું છે. લેબનોનના દક્ષિણી શહેરોમાં વોકી-ટોકી, લેપટોપ અને રેડિયોમાં બ્લાસ્ટ થયા છે. આ જીવલેણ વિસ્ફોટોમાં 20 લોકોના મોત થયા હોવાના સમાચાર છે જ્યારે 450થી વધુ લોકો ઘાયલ થયા છે.
અલ જઝીરા ન્યૂઝ એજન્સ અનુસાર લેબનોનના દક્ષિણી મુખ્ય શહેર બેરૂત અને નાના શહેરોમાં અનેક વિસ્ફોટો થયા છે. સોશિયલ મીડિયા પર રહેણાંક વિસ્તારમાંથી આગ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા વાહનોના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. પેજર બાદ હવે લેબનોનમાં વોકી-ટોકી, લેપટોપ અને રેડિયોમાં બ્લાસ્ટ થયા છે.