Justnownews

રાહુલ ગાંધી વિરૂદ્ધ જામનગરમાં ભાજપનું વિરોધ પ્રદર્શન, વિદેશમાં અનામત મુદ્દે આપેલ નિવેદનનો વિખવાદ

જામનગરમાં ભાજપ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની વિરૂદ્ધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામત મામલે આપેલા નિવેદનનો વિખવાદ વ્યાપક બનતો જાય છે.

અમેરિકામાં રાહુલ ગાંધીએ અનામત મુદ્દે જે નિવેદન આપ્યું હતું તે હવે કોંગ્રેસ માટે માથાના દુખાવા સમાન બનતું જાય છે. આ નિવેદનનો વિવાદ શાંત થવાને બદલે વકરતો જાય છે. હવે રાહુલ ગાંધીના આ નિવેદનનો વિરોધ જામનગર ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે.

જામનગરમાં કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનમાં ભાજપના દિગ્ગજ નેતાઓ ઉમટી પડ્યા હતા. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.  

ભાજપના નેતાઓએ જામનગરમાં રાહુલ ગાંધી પર આકરા વાક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાહુલે વિદેશમાં નિવેદન આપી દેશને બદનામ કર્યો હતો. તેઓએ બંધારણનું અપમાન કર્યું છે. કોંગ્રેસની નીતિ રીતિ ઉઘાડી પડી ગઈ છે. કોંગ્રેસે વર્ષોથી પછાત વર્ગને અન્યાય કર્યો છે.

Read AlsoArvind Kejriwal’s Big Statement: ‘Don’t Worry, I Am Back and…

Exit mobile version