બાંગ્લાદેશી સ્મગલર્સે બીએસએફ જવાન પર કર્યો હુમલો, વળતા જવાબમાં ૧ બાંગ્લાદેશી માર્યો ગયો
બાંગ્લાદેશના દાણચોરો(સ્મગર્સ) ભારતમાં પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરી કરવા માટે કુખ્યાત છે. ફરીથી આવી એક ઘટનામાં ભારતના બીએસએફના જવાનોએ ૧ બાંગ્લાદેશીને ઠાર માર્યો છે. આ ઘટનામાં કુલ ૨ બાંગ્લાદેશીએ ભારતમાં દાણચોરી કરવાની કોશિષ કરી હતી.
ત્રિપુરાના ગોકુલ નગરના સાલ્પોકર ખાતે બાંગ્લાદેશી દાણચોરો ભારતીય વિસ્તારમાં ઘૂસ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશના દાણચોરો તીક્ષ્ણ હથિયારોથી સજ્જ હતા અને ભારતમાં દારૂની દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરજ પરના એલર્ટ બીએસએફના જવાનોએ આ દાણચોરો પર ફાયરિંગ કર્યુ અને તેમાંથી ૧ બાંગ્લાદેશી માર્યો ગયો છે.
“લગભગ 40 મીટરના અંતરે હવામાં એક રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના પર આમાંના કેટલાક બદમાશો બાંગ્લાદેશ તરફ ભાગી ગયા હતા. અન્યોએ, જો કે, અનિશ્ચિતપણે એક BSF જવાનને ઘેરી લીધો અને તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને તેને દબાવી દીધો.” સૂત્રોએ માહિતી આપી હતી.
આ અથડામણમાં બીએસએફની રાઈફલના બટને નુકસાન થયું હતું અને જવાનને ડાબા હાથ પર પણ ઈજાઓ થઈ હતી, ગળાના ભાગે ઉઝરડા અને આંતરિક ઈજાઓ થઈ હતી અને હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ભારત-બાંગ્લાદેશ સરહદ પર અવારનવાર પ્રાદેશિક વિવાદો, ગેરકાયદેસર ઇમિગ્રેશન અને દાણચોરીની ઘટના બનતી રહે છે. બ્રિટિશ વસાહતી યુગ દરમિયાન સરહદનું સીમાંકન કરવામાં આવ્યું હતું અને 1947માં ભારતના ભાગલા અને 1971માં બાંગ્લાદેશની સ્વતંત્રતા વખતે આ સીમાંકન વધુ જટિલ બની ગયું હતું.
Read Also Will Palestine’s Name Disappear? Netanyahu Shows Maps at UNGA Without Palestine