ઈસ્કોનના ભક્તો પાસે કાયદેસર દસ્તાવેજો હોવા છતા બાંગ્લાદેશે ભારત પ્રવાસ અટકાવ્યો
મોહમ્મદ યુનુસની સરકાર હેઠળ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હવે સરકારી જુલમ શરૂ થયો છે. પહેલા હિંદુઓ પર હુમલા થયા, બાદમાં હિંદુ નેતાઓને નકલી કેસમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યા અને હવે માન્ય દસ્તાવેજો હોવા છતાં તેમને ભારતમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે. આ હિન્દુ નાગરિકો ઈસ્કોન સાથે જોડાયેલા છે.
મુસાફરી માટેના કાયદેસર દસ્તાવેજો સાથે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન)ના ડઝનબંધ સભ્યોને બાંગ્લાદેશી ઇમિગ્રેશન પોલીસે બેનાપોલ બોર્ડર પર પાછા મોકલ્યા છે. ‘ડેઈલી સ્ટાર‘ અખબારે બેનાપોલ ઈમિગ્રેશન પોલીસના ઈન્ચાર્જ ઓફિસર ઈમ્તિયાઝ અહસાનુલ કાદિર ભુઈયાને ટાંકીને જણાવ્યું હતું કે, “અમે પોલીસની સ્પેશિયલ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો અને ઉચ્ચ અધિકારીઓ પાસેથી સૂચનાઓ મેળવી હતી કે તેમને સરહદ પાર કરવાની મંજૂરી ન આપવી જોઈએ.
ભુઇએ જણાવ્યું હતું કે ઇસ્કોન સભ્યો પાસે કથિત રીતે માન્ય પાસપોર્ટ અને વિઝા હતા, પરંતુ તેમની પાસે પ્રવાસ માટે જરૂરી “વિશિષ્ટ સરકારી પરવાનગી” ન હતી. તેઓ આવી પરવાનગી વિના આગળ વધી શકતા નથી. તેમણે જણાવ્યું હતું કે 54 સભ્યો, જેમાં વિવિધ જિલ્લાઓમાંથી ભક્તો હતા. જો કે, પરવાનગી માટે કલાકો સુધી રાહ જોયા પછી તેમને કહેવામાં આવ્યું કે તેમની મુલાકાત અધિકૃત નથી.
ઇસ્કોનના સભ્ય સૌરભ તપન્દર ચેલીએ જણાવ્યું હતું કે, “અમે ભારતમાં આયોજિત ધાર્મિક સમારોહમાં ભાગ લેવા નીકળ્યા હતા, પરંતુ સરકારની પરવાનગી ન હોવાના કારણે દેશભરમાં હિંદુઓ વિરુદ્ધ સંગઠિત ગુનાઓ થઈ રહ્યા છે. પહેલા કટ્ટરવાદીઓએ હિંદુઓ પર હુમલા કર્યા અને હવે સરકાર દ્વારા તેમના પર દમન કરવામાં આવી રહ્યું છે.
Read Also