દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ રાષ્ટ્રપતિ મુર્મુને આઉટગોઇંગ સીએમ અરવિંદ કેજરીવાલનું રાજીનામું સુપરત કર્યું છે. આ ઉપરાંત તેમના અનુગામી આતિશીના શપથ ગ્રહણ માટે 21 સપ્ટેમ્બરે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) વીકે સક્સેનાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અરવિંદ કેજરીવાલનું રાજીનામું સોંપ્યું છે. તેમજ મોકલવામાં આવેલા પત્રમાં નામાંકિત મુખ્યમંત્રી આતિશીના શપથગ્રહણની તારીખ 21મી સપ્ટેમ્બર સૂચવી છે.
જેલમાંથી બહાર આવ્યા બાદ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેઓ ૨ દિવસમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેશે. આ પછી નવા સીએમને લઈને ચર્ચા શરૂ થઈ. ધારાસભ્ય દળની બેઠકમાં ઘણા નામો પૈકી આતિશીના નામને મંજૂરી આપવામાં આવી હતી.
8 જૂન, 1981ના રોજ દિલ્હી યુનિવર્સિટી (DU)ના પ્રોફેસર વિજય સિંહ અને તૃપ્તા વાહીના ઘરે જન્મેલી આતિશીએ તેનું શાળા અને કોલેજનું શિક્ષણ દિલ્હીમાં મેળવ્યું હતું. 2001માં ડીયુની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ઈતિહાસમાં સ્નાતક થયા બાદ, તે વધુ અભ્યાસ માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી ગઈ હતી.