Justnownews

આતિશીએ કેજરીવાલને આપેલ સન્માનનો વિવાદ વકર્યો, ભાજપે ગણાવ્યું સંવિધાનનું અપમાન

દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશીએ કાર્યભાર સંભાળતાની સાથે જ અરવિંદ કેજરીવાલ તેમના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયમાં જે ખુરશી પર બેસતા હતા તે ખુરશી ખાલી રાખી છે. તેણીએ કેજરીવાલની ખુરશીની બાજુમાં ખુરશી મૂકી અને સત્તા સંભાળી છે. જો કે ભાજપ આતિશીના આ કાર્યથી ખફા છે અને આ બાબતને સંવિધાનનું અપમાન ગણાવી રહી છે.

હવે, દિલ્હી સચિવાલયમાં કેજરીવાલની ખુરશી ખાલી રાખવામાં આવી છે. નવા મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે, જે રીતે ભગવાન રામ વનવાસમાં ગયા ત્યારે ભરતે જેમ રાજ્ય ચલાવ્યું, તે જ રીતે હું પણ આગામી 4 મહિના માટે દિલ્હી સરકાર ચલાવીશ.

છેલ્લા છ મહિનાથી બંધ રહેલ દિલ્હી સચિવાલયમાં મુખ્યમંત્રી કાર્યાલય સોમવારે ખુલ્યું. મુખ્યમંત્રી આતિશીએ ચાર્જ સંભાળ્યો. આ સાથે તેની બાજુની એક ખુરશી ખાલી રાખવા બાબતે પણ વિવાદ થયો છે. આતિશીએ કહ્યું કે આ ખુરશી કેજરીવાલની છે.

ભાજપે આ બાબતને ગેરબંધારણીય ગણાવી છે. આ પહેલા શનિવારે જ્યારે આતિશીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે તેમણે કેજરીવાલના પગ સ્પર્શ કર્યા હતા, આ વાત પર પણ વિપક્ષ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા હતા.

વાસ્તવમાં, આતિશી સોમવારે સવારે ચાર્જ લેવા માટે દિલ્હી સચિવાલય પહોંચી હતી. અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં જે ખુરશી પર બેસતા હતા તેના પર તે બેઠી ન હતી, પરંતુ તેની બાજુમાં એક નાની ખુરશી મૂકીને દિલ્હીમાં શાસન કરવાની વાત કરી હતી.

Exit mobile version