Justnownews

આતિશીએ મુખ્યમંત્રી બન્યા પહેલા જ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતાડવા અપીલ કરી

દિલ્હીમાં ફેબ્રુઆરી ૨૦૨૫માં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. આતિશી આવતીકાલે ૨૧મીએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેવાની છે.  તેણીએ મુખ્યમંત્રી બન્યા પહેલા જ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિજયી બનાવા અપીલ કરી દીધી છે.

આવતીકાલે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા આતિશી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે. આજે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આતિશીએ ફેબ્રુઆરી ૨૦૨૫માં આવનારા દિલ્હી વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટીને જીતાડવા અપીલ કરી છે.  

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ વીજળીના દર અને બિલને લઈને ભાજપ પર આકરા વાકપ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના વીજળી મોડલમાં લાંબા પાવર કટ અને સૌથી મોંઘી વીજળી સામેલ છે. દિલ્હીની જનતા માટે અરવિંદ કેજરીવાલને ફરીથી ચૂંટવા અને અરવિંદ કેજરીવાલને ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આમ આદમી પાર્ટી આક્રામક ચૂંટણી મોડમાં આવી ગઈ છે. આજે  અરવિંદ કેજરીવાલ હરિયાણામાં પ્રચાર કરશે, જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અને ભાવિ મુખ્યમંત્રી આતિશીએ આગામી વર્ષની શરૂઆતમાં દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને પાર્ટી કાર્યાલયમાં પત્રકાર પરિષદ યોજી હતી.

Exit mobile version