વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઓસમાં ૧૯મી પૂર્વ એશિયા સમિટને સંબોધિત કરી, તકરાર અને મતભેદના ઉકેલમાં સંવાદ અને મુત્સદ્દીગીરીના મહત્વ પર તેમણે ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, આ યુદ્ધનો યુગ નથી અને તેથી જ સંઘર્ષનો ઉકેલ યુદ્ધના મેદાનમાંથી આવવો જોઈએ નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઓસમાં ૧૯મી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે વૈશ્વિક શાંતિ અને સલામતી માટે આતંકવાદને મોટ ખતરો ગણાવતા આ પડકારનો સામનો કરવા માનવતામાં વિશ્વાસ દેશોના સહયોગ માટે આહ્વાન કર્યું હતું. તેમણે સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા સંઘર્ષો વૈશ્વિક દક્ષિણના દેશોને નોંધપાત્ર રીતે અસર કરી રહ્યા છે. તેમણે આ દેશોમાં વિકાસ અને સ્થિરતા પર આ સંઘર્ષોના પ્રતિકૂળ પરિણામો પર ભાર મૂક્યો હતો.
તેમણે દક્ષિણ ચીન સાગરમાં સુરક્ષાના મહત્વ પર પણ ભાર મૂક્યો અને કહ્યું કે આ ક્ષેત્રની સ્થિરતા સમગ્ર ઈન્ડો-પેસિફિક માટે નિર્ણાયક છે. તેમણે નેવિગેશન અને એરસ્પેસની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS) હેઠળ હાથ ધરવામાં આવનારી દરિયાઈ પ્રવૃત્તિઓની હિમાયત કરી હતી.
ઈસ્ટ એશિયા સમિટને ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનો મહત્વનો આધારસ્તંભ માનવામાં આવે છે, જેમાં આજની તારીખે યોજાયેલી 19 સમિટમાં ભાગ લેનાર મોદી એકમાત્ર નેતા છે. યજમાન અને ઇનકમિંગ ચેર પછી પીએમ મોદી સમિટને સંબોધિત કરવા માટે આમંત્રિત કરાયેલા પ્રથમ નેતા હતા.
Read Also UP ByPolls 2024: Will Congress Form an Alliance in UP? SP Leader’s Statement Creates Political Buzz