અરવિંદ કેજરીવાલે આજે કનોટ પ્લેસ ખાતે પ્રાચીન હનુમાનજીના દર્શન કર્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે રાજધાનીના કનોટ પ્લેસ સ્થિત પ્રાચીન હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેની પત્ની પણ તેમની સાથે જોવા મળ્યા હતા. ગઈકાલે કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપતા તેઓ જેલમુક્ત થયા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે પ્રાચીન હનુમાન મંદિરમાં પહોંચીને પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન તેમની પત્ની સુનીતા કેજરીવાલ, સાંસદ સંજય સિંહ, મંત્રી સૌરભ ભારદ્વાજ અને AAP નેતા મનીષ સિસોદિયા પણ તેમની સાથે હતા.
શુક્રવારે સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા, ત્યારબાદ તેઓ સાંજે સાડા છ વાગ્યે તિહાડ જેલમાંથી બહાર આવ્યા હતા. ત્યારબાદ તેઓ તેમના સરકારી આવાસ અને પછી પાર્ટી કાર્યાલય પહોંચ્યા, જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ જોરશોરથી ઉજવણી કરી.
તેમણે સોશિયલ મીડિયા દ્વારા હનુમાન મંદિરની મુલાકાત વિશે માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, તેઓ લગભગ 5 મહિના પછી જેલમાંથી બહાર આવ્યા છે, જેના કારણે પાર્ટીના નેતાઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.