Justnownews

દિલ્હીના મુખ્યમંત્રી તરીકે આતિશી ઉપરાંત ૫ નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ ૨૧મીએ યોજાશે

આતિશી 21 સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે અન્ય ૫ મંત્રીઓ પણ શપથ લેશે. જેમાં મુકેશ અહલાવત, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈનનું નામ સામેલ છે.

દિલ્હીના નવા મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા આતિશી ૨૧મીએ શપથ લેવાના છે. તેમની સાથે અન્ય ૫ નેતાઓ મંત્રી તરીકેની શપથ લેવાના છે. આ ૫માં મુકેશ અહલાવતનો પણ સમાવેશ થાય છે. અહલાવત સુલતાનપુર મજરાથી ધારાસભ્ય છે. અનુસૂચિત જાતિ શ્રેણીમાંથી આવે છે. મુકેશ અહલાવત રાજકુમાર આનંદનું સ્થાન લેશે.

SC ક્વોટાના ધારાસભ્ય શરૂઆતથી જ દિલ્હી સરકારની કેબિનેટમાં મંત્રી છે. વર્ષ 2020માં જ્યારે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બની ત્યારે સીમાપુરીના ધારાસભ્ય રાજેન્દ્ર પાલ ગૌતમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા.

વર્ષ 2022માં જ્યારે તેઓ એક નિવેદનને કારણે વિવાદમાં આવ્યા ત્યારે તેમણે કેબિનેટ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ પટેલ નગરના ધારાસભ્ય રાજકુમાર આનંદનો કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજકુમાર આનંદે લોકસભા ચૂંટણી પહેલા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને પાર્ટી પણ છોડી દીધી હતી. ત્યારથી મંત્રી પદ ખાલી હતું.

આ ક્વોટ હેઠળ મુકેશ અહલાવતને હવે કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે. આગામી દિવસોમાં જ્યારે આતિશી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે ત્યારે આ પાંચ ધારાસભ્યો પણ દિલ્હી સરકારના નવા કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે.

Exit mobile version