Justnownews

અનુરા કુમારા દિસનાયકે બનશે શ્રીલંકાના આગામી રાષ્ટ્રપતિ, માર્કસવાદી વિચારસરણીના પ્રખર સમર્થક

શ્રીલંકાના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે તેના પર સમગ્ર વિશ્વની નજર હતી. જો કે હવે આ બાબત પરથી પડદો ઉઠી ગયો છે. માર્કસવાદી વિચારસરણીના પ્રખર સમર્થક અનુરા કુમારા દિસનાયકેને શ્રીલંકાના આગામી રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

માર્ક્સવાદી નેતા અનુરા કુમારા દિસાનાયકેને શ્રીલંકાના આગામી રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવ્યા છે. પીપલ્સ લિબરેશન ફ્રન્ટના નેતા 55 વર્ષીય દિસાનાયકે શનિવારે યોજાયેલી ચૂંટણીમાં 42.31 ટકા મતો સાથે રાષ્ટ્રપતિ પદ પર જીત મેળવી હતી.

ન્યૂઝ એજન્સી એએફપીના અહેવાલ અનુસાર વિપક્ષી નેતા સાજીથ પ્રેમદાસા 32.76 ટકા મતો સાથે બીજા ક્રમે રહ્યા હતા. જ્યારે આઉટગોઇંગ પ્રેસિડેન્ટ રાનિલ વિક્રમસિંઘે 17.27 ટકા વોટ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ચૂંટણી 2024 માટે કુલ 38 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં મુખ્ય હરીફાઈ દિસનાયકે, વિક્રમસિંઘે અને પ્રેમદાસા વચ્ચે હતી.

24 નવેમ્બર 1968ના રોજ સેન્ટ્રલ પ્રોવિન્સના એક નાનકડા ગામ ગાલેવેલામાં જન્મેલા દિસાનાયકે ૪ વર્ષની ઉંમરે કેકિરાવા ગયા. તે તેમની શાળામાંથી યુનિવર્સિટીમાં જનાર પ્રથમ વિદ્યાર્થી હતો. વિદ્યાર્થી નેતા તરીકે તેઓ 1990ના દાયકામાં પ્રખ્યાત થયા હતા.

Exit mobile version