Site icon Justnownews

ટ્રુડોની વધુ એક આડોડાઈ, વિયેના સંધિના નામે ભારતીય રાજદ્વારીઓને આપી ધમકી

કેનેડા અને ભારત વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. કેનેડાએ ફરી એકવાર આ તણાવમાં ઘી હોમ્યું છે. કેનેડાએ હવે કહ્યું છે કે ભારતના બાકીના રાજદ્વારીઓ પણ નોટિસ પર છે. વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કરનાર કોઈપણ રાજદ્વારીને કેનેડા સહન કરશે નહીં.

કેનેડા અને ભારત વચ્ચે તણાવ છે પરંતુ કેનેડા આ તણાવ ઘટાડવાને બદલે તણાવ વધારવામાં વ્યસ્ત છે. કેનેડાના વિદેશ મંત્રી મેલાનિયા જોલીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેણીએ કહ્યું કે, ઓટાવામાં ભારતીય હાઈ કમિશનરને આતંકવાદી હદિપ સિંહ નિજ્જરની હત્યામાં શંકાસ્પદ તરીકે નામ આપવામાં આવ્યા બાદ દેશમાં બાકી રહેલા ભારતીય રાજદ્વારીઓ પણ સ્પષ્ટપણે નોટિસ પરછે.

વિદેશ મંત્રી મેલાનિયા જોલીએ કહ્યું કે, કેનેડિયન સરકાર કોઈપણ રાજદ્વારીને સહન કરશે નહીં જે વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કરે અથવા કેનેડિયનોના જીવનને જોખમમાં મૂકે. કેનેડાએ ભારતીય હાઈ કમિશનર સહિત ૬ રાજદ્વારીઓને હાંકી કાઢવાની વાત કરી હતી, ત્યારબાદ સરકારે તેમને પાછા બોલાવ્યા હતા.

રશિયા સાથે ભારતની સરખામણી કરતા વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું કે કેનેડાના રાષ્ટ્રીય પોલીસ દળે ભારતીય રાજદ્વારીઓ વિરૂદ્ધ કેનેડામાં હત્યા, મોતની ધમકીઓ વગેરેના પુરાવા એકત્ર કર્યા છે.  આ પહેલા ભારતે હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસમાં તેનું નામ જોડવાના કેનેડાના આરોપોને ફગાવી દીધા હતા.

Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him

Exit mobile version