કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ સોમવારે જયપુરમાં રાહુલ ગાંધી પર જોરદાર વાકપ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીને મારાથી વધુ સારી રીતે કોઈ ઓળખતું નથી, કાં તો તેઓ પપ્પુ છે અથવા તો બહુ ચાલાક છે.
રેલવે દ્વારા આયોજિત રેલ્વે શૂટિંગ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવા માટે કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ સોમવારે જયપુર પહોંચ્યા હતા. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા નિવેદનો કર્યા હતા. રાહુલ ગાંધીને લઈને કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધીને મારાથી વધુ સારી રીતે કોઈ ઓળખતું નથી, કાં તો રાહુલ ગાંધી પપ્પુ છે અથવા તો તે ખૂબ જ ચાલાક છે.
રાહુલ ગાંધી પર આપેલા નિવેદન અંગે બિટ્ટુએ કહ્યું કે, હું મારા નિવેદન પર અડગ છું અને જે લોકો નિવેદન આપ્યા પછી પોતાના શબ્દો પાછા લે છે તે કાયર છે. મેં મારા નિવેદનમાં માત્ર શીખોની વાત કરી છે. તેને કોંગ્રેસ અને ભાજપ સાથે જોડવું જોઈએ નહીં.
રવનીત સિંહ બિટ્ટુએ એમ પણ કહ્યું કે કદાચ હરિયાણાની ચૂંટણીને કારણે રાહુલ ગાંધી આવા નિવેદનો આપી રહ્યા છે, કારણ કે ત્યાં 30 બેઠકો એવી છે જ્યાં સરદારોની વોટ બેંક સૌથી વધુ છે.