અનિલ કપૂરની નાઈટ મેનેજર એમી એવોર્ડ્સમાં નોમિનેટ થઈ, ઝકાસ સ્ટાર થયો ભાવુક
અનિલ કપૂર ‘ધ નાઈટ મેનેજર’ના 2024 ઈન્ટરનેશનલ એમી નોમિનેશનથી ખૂબ જ ખુશ છે. આ અંગે અનિલ કપૂરે ભાવુક થઈને નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, એમી એવોર્ડ્સથી અમને મળેલી માન્યતા ઉપરાંત, વિશ્વભરના ચાહકો તરફથી અમને મળેલો જબરદસ્ત પ્રેમ અમને યાદ કરાવે છે કે સખત મહેનત હંમેશા ફળ આપે છે. હું પહેલા કરતા વધુ ઉત્સાહિત છું અને આગામી ભૂમિકાઓ માટે આતુર છું.
અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂરની લોકપ્રિય વેબ સીરિઝ ‘ધ નાઈટ મેનેજર‘ને 2024 ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ માટે નોમિનેટ કરવામાં આવી છે. આ શ્રેણીને શ્રેષ્ઠ ડ્રામા માટે નોમિનેટ કરવામાં આવી છે.
અનિલ કપૂરે જણાવ્યું હતું કે, ‘મને હમણાં જ ખબર પડી છે કે ધ નાઈટ મેનેજરની ભારતીય આવૃત્તિને ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ માટે નોમિનેટ કરવામાં આવી છે. મને યાદ છે કે જ્યારે ઓફર આવી ત્યારે હું મૂંઝવણમાં હતો.
અનિલ કપૂરે વધુમાં કહ્યું, ‘તેનાથી મને એક જટિલ ભૂમિકા ભજવવાની તક મળી, પરંતુ બીજી તરફ હ્યુજ લૌરી દ્વારા ખૂબ સુંદર રીતે ભજવવામાં આવેલા પાત્રમાં નવીનતા અને પ્રમાણિકતા ઉમેરવાની મોટી જવાબદારી પણ મને મળી.
એમી એવોર્ડ્સથી અમને મળેલી માન્યતા ઉપરાંત, વિશ્વભરના ચાહકો તરફથી અમને મળેલો જબરદસ્ત પ્રેમ અમને યાદ કરાવે છે કે સખત મહેનત હંમેશા ફળ આપે છે. હું પહેલા કરતા વધુ ઉત્સાહિત છું અને આગામી ભૂમિકાઓ માટે આતુર છું.