Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Amreli Rain Updates: અમરેલીના ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં (rain in chalala rural area of Amreli) ધોધમાર વરસાદ છે. ચલાલા નજીક આવેલા વાવડી, શેલ ખંભાળિયા, કરેણ, ધારગણી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ છે. મેઘરાજાએ હેત વરસાવતા ખેતરો વરસાદી (rain in farm) પાણીથી છલકાયા છે. વાવડી ગામની સ્થાનીક નદીમાં પુર (flood in river of vavdi village) આવ્યું છે. વરસાદથી ખેડૂતો ખુશખુશાલ (farmers happy) થઈ ગયા છે.
ધારીના ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. ધારીના ગીગાસણ, ગોવિંદપુર, બોરડી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. ધોધમાર વરસાદ પડતાં ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા હતા. અસહ્ય ગરમી, ઉકળાટ બાદ ગીરના ગ્રામ્યમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.