અમેરિકાએ સીરિયા પર કર્યો ભયંકર હુમલો, એક સાથે ૩૭ આતંકવાદી ઠાર
અમેરિકાએ સીરિયામાં અલ-કાયદા, આઈએસઆઈએસ જેવા આતંકવાદી જૂથોના આશ્રયસ્થાનો પર એક મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં આતંકવાદી સંગઠનોના બે મોટા નેતાઓ સહિત 37 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
સમગ્ર વિશ્વમાં યુદ્ધ અટકવાનું નામ નથી લેતું. એક યુદ્ધ પૂર્ણ થવાના સમાચાર આવે તે પહેલા જ બીજા ૨ દેશો બાખડી પડે છે. અત્યારે વિશ્વમાં ૩ મોટા યુદ્ધ ચાલી રહ્યા છે. હવે અમેરિકા પણ આ યુદ્ધોમાં કુદી પડ્યું છે. અમેરિકાએ સીરિયામાં અલ-કાયદા, આઈએસઆઈએસ જેવા આતંકવાદી જૂથોના આશ્રયસ્થાનો પર એક મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં આતંકવાદી સંગઠનોના બે મોટા નેતાઓ સહિત 37 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
અમેરિકન સેનાએ સીરિયામાં આતંકવાદી આશ્રયસ્થાનો પર જીવલેણ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં ISISના ટોચના નેતાઓ સહિત 37 આતંકવાદીઓ માર્યા ગયા હતા. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં કહ્યું છે કે સુરક્ષા દળોએ સીરિયામાં લક્ષ્યાંકિત હુમલા કર્યા છે. આ સમયગાળા દરમિયાન, ISIS અને અલ કાયદા સાથે સંકળાયેલા હુર અલ-દિન આતંકવાદી સંગઠનોના ઘણા મોટા નેતાઓ સહિત 37 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આ હવાઈ હુમલા આતંકવાદીઓના પ્રયાસોને વિક્ષેપિત કરવા અને અટકાવવા કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ 24 સપ્ટેમ્બરે અમેરિકન સુરક્ષા દળોએ ઉત્તર-પશ્ચિમ સીરિયામાં નિશાન બનાવી હુમલો કર્યો હતો.
Read Also Will Palestine’s Name Disappear? Netanyahu Shows Maps at UNGA Without Palestine