Justnownews

લેબનોનમાં પેજર વિસ્ફોટ મુદ્દે અમેરિકાએ ઈઝરાયલ પર આરોપ લગાવ્યો

લેબનોનમાં એક સાથે હજારો પેજર્સમાં વિસ્ફોટ થયા. આ અંગે અમેરિકન અને અન્ય મિત્ર દેશોના અધિકારીઓએ દાવો કર્યો છે કે લેબનોનમાં નિકાસ કરાયેલા પેજરની અંદર ઈઝરાયેલે વિસ્ફોટક સામગ્રી છુપાવી હતી. અમેરિકાના આ દાવા બાદ ખળભળાટ મચી ગયો છે.

લેબનોનમાં એક સાથે હજારો હેન્ડહેલ્ડ પેજર્સ વિસ્ફોટ થતાં ૮ લોકોના મોત થયા હતા અને 2 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. હિઝબુલ્લાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 3:30 વાગ્યે બની હતી. સમાચાર એજન્સી એપીના અહેવાલ મુજબ, લેબનોનના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આ વિસ્ફોટ એવા સમયે થયા જ્યારે હિઝબુલ્લાહના સભ્યો નવા પેજર લઈને જઈ રહ્યા હતા.

આ સમગ્ર વિસ્ફોટ કાંડમાં અમેરિકી અધિકારીઓએ દાવો કર્યો છે કે ઇઝરાયલે લેબેનોનમાં નિકાસ કરાયેલા તાઇવાન બનાવટના પેજરની નવી બેચમાં વિસ્ફોટક સામગ્રી છુપાવીને હિઝબોલ્લાહ વિરુદ્ધ તેનું અભિયાન શરૂ કર્યું છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર અમેરિકી અધિકારીઓએ કહ્યું કે, હિઝબુલ્લાહે તાઈવાનના ગોલ્ડ એપોલોથી જે પેજર્સ મંગાવ્યા હતા તે લેબનોન પહોંચતા પહેલા તેની સાથે છેડછાડ કરવામાં આવી હતી. આમાંના મોટાભાગના પેજર્સ કંપનીના AR924 મોડલના હતા. જોકે, શિપમેન્ટમાં ગોલ્ડ એપોલોના અન્ય ૩ મોડલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

Exit mobile version