Justnownews

અલ્હાબાદ હાઈકોર્ટ લાલઘૂમ, રાહુલ ગાંધીની નાગરિકતા સરકાર સત્વરે જણાવે

રાયબરેલીના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની બેવડી નાગરિકતાની સીબીઆઈ તપાસની માંગ કરતી પીઆઈએલ પર અલ્હાબાદ હાઈકોર્ટે નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ કેન્દ્ર સરકાર પાસેથી વિગતો માંગી છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પુછ્યું કે, રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે કે નહીં?

રાયબરેલીના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની બેવડી નાગરિકતાની સીબીઆઈ તપાસની માંગ કરતી પીઆઈએલ પર અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સુનાવણીમાં અલ્હાબાદ હાઈકોર્ટે નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ કેન્દ્ર સરકાર પાસેથી વિગતો માંગી છે. કોર્ટે આ આદેશ કર્ણાટક બીજેપી કાર્યકર એસ. વિગ્નેશ શિશિરની અરજી પર આપ્યો છે. ગત જુલાઈ મહિનામાં હાઇકોર્ટે તે જ અરજદારની અરજીને ફગાવી દીધી હતી. જો અરજદાર ઇચ્છે તો તે નાગરિકતા કાયદા હેઠળ સક્ષમ અધિકારીને ફરિયાદ કરી શકે છે.

અરજીકર્તા એસ. વિગ્નેશ શિશિરના જણાવ્યા અનુસાર, ‘તેમની પાસે પુરાવા છે કે રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે, જેના કારણે તેઓ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. આવી સ્થિતિમાં તેમની ચૂંટણી રદ થવી જોઈએ.શિશિરના જણાવ્યા મુજબ, સક્ષમ અધિકારીને બે વખત ફરિયાદ કર્યા પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, ત્યારે ફરીથી અરજી કરવામાં આવી હતી.

Read Also Atishi Takes Over as Delhi CM, Keeps a Big Chair for Arvind Kejriwal

Exit mobile version