તાજેતરમાં જ વડાપ્રધાન મોદી અમેરિકાનો પ્રવાસ કરીને પરત ફર્યા છે. આ પ્રવાસની પૂર્ણાહુતિના થોડા કલાકોમાં જ અમેરિકામાં હિન્દુ મંદિરો પર હુમલા થયા છે. કેલિફોર્નિયાની સેક્રામેન્ટો કાઉન્ટીમાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું. મોદીના અમેરિકા પ્રવાસ બાદ આ હિચાકારા હુમલાથી અમેરિકાના પ્રતિષ્ઠા દાવ પર છે.
અમેરિકામાં હિંદુ મંદિરો પર હુમલા કરવામાં આવ્યા છે. કેલિફોર્નિયામાં એક હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જે બાદ સ્થાનિક લોકો ખાસ કરીને હિન્દુઓ ગુસ્સે થયા છે. સેક્રામેન્ટો કાઉન્ટીના પોલીસ અધિકારીઓએ આ ઘટનાને હેટ ક્રાઈમ ગણાવી છે. આ હુમલામાં હિન્દુઓ પાછા જાવ જેવા સુત્રો લખેલ બેનર પર દર્શાવાયા હતા.
રેન્ચો કોર્ડોવા વિસ્તારમાં આર્મસ્ટ્રોંગ એવન્યુ પર BAPSનું શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે. તે સેક્રામેન્ટો માથેર એરપોર્ટની ઉત્તરે છે. મંદિરની બહારના બોર્ડ પર હિન્દુઓ પાછા જાવ જેવા સુત્રો લખેલ જોવા મળ્યું હતું. પાર્કિંગની સામેના સાઈન બોર્ડ પર પીએમ મોદીનો ઉલ્લેખ કરતી કોમેન્ટ લખવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે હુમલાખોરોએ મંદિર સાથે જોડાયેલ પાણીની લાઇન પણ કાપી નાખી. આ હુમલા એવા સમયે થઈ રહ્યા છે જ્યારે પીએમ મોદી તાજેતરમાં અમેરિકાની મુલાકાતે ગયા હતા. અમેરિકા અને કેનેડામાં હિંદુ મંદિરો પર આ પ્રકારના હુમલા આ પહેલા ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવ્યા છે. મંદિરના બોર્ડ પર ‘હિન્દુ ગો બેક‘ લખેલું હતું.