ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે બેઠક થઈ છે. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે ઈરાનના સહયોગી દેશો પર ઈઝરાયેલના હુમલા વધી રહ્યા છે. જો કે આ બેઠક બાદ ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયનના તેવર બદલાઈ ગયા છે. તેમણે ઈઝરાયેલને સરાજાહેર ધમકી આપી દીધી છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનને મળ્યા છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઈઝરાયેલ ઈરાન તરફી સશસ્ત્ર સંગઠનો પર સતત હુમલા કરી રહ્યું છે.
રશિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે પુતિન અને પેઝેકિયન તુર્કમેનિસ્તાનની રાજધાની અશગાબાતમાં બંને નેતાઓએ મધ્ય પૂર્વની સ્થિતિ પર ચર્ચા કરી. મીટિંગને ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે ઈરાને 1 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. હવે ઈરાન જવાબી કાર્યવાહીની રાહ જોઈ રહ્યું છે.
ઈરાન અને રશિયા વચ્ચેના સૈન્ય સંબંધો તાજેતરના વર્ષોમાં ગાઢ બન્યા છે. ખાસ કરીને ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેનના આક્રમણ બાદ બંને દેશો નજીક આવ્યા છે. રશિયા અને ઈરાન વચ્ચે $૧.૭ બિલિયનની કિંમતનો ડ્રોન નિકાસ કરાર થયો હતો. ઈરાને હજારો ‘શહીદ ડ્રોન‘ સપ્લાય કર્યા છે.
અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર રશિયામાં ડ્રોનની ફેક્ટરી બનાવવામાં આવી છે. ઈરાને શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલોને બદલે આ ડ્રોન્સનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.
રશિયન રાજ્ય મીડિયા TASS અનુસાર, પુતિને ઐતિહાસિક બેઠક દરમિયાન કહ્યું, ‘ઈરાન સાથેના સંબંધો અમારી પ્રાથમિકતા છે. અમે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર અને ઘટનાઓનું મૂલ્યાંકન કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
બ્રિટિશ થિંક ટેન્ક ચથમ હાઉસના વરિષ્ઠ વિશ્લેષક અનીસેહ બસિરી તબરીઝીએ કહ્યું, ‘યુક્રેન પછી બંને દેશોએ એકબીજાની જરૂરિયાતો જેવા મુદ્દાઓ પર વિશ્વાસ કરવાનું શરૂ કર્યું છે. મને લાગે છે કે ઈરાન માટે પુતિન સાથેની બેઠક ફાયદાકારક છે.