Justnownews

સ્વચ્છ ભારત મિશનને ૧૦ વર્ષ પૂર્ણ, વડાપ્રધાને આ અભિયાનને સમૃદ્ધિનો નવો માર્ગ ગણાવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સ્વચ્છ ભારત મિશનને 21મી સદીની સૌથી મોટી અને સૌથી સફળ લોક ચળવળ તરીકે બિરદાવી છે. તેમણે જાહેર આરોગ્ય અને સમૃદ્ધિ પર તેની અસર પર ભાર મૂક્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂરા થવા પર એક કાર્યક્રમમાં જાહેર આરોગ્ય અને સમૃદ્ધિ પર મિશનની અસર પર ભાર મૂક્યો.  મોદીએ કહ્યું કે જન ભાગીદારીએ અભિયાનને ભારત માટે સમૃદ્ધિના નવા માર્ગમાં પરિવર્તિત કર્યું છે.

વડાપ્રધાને સ્વચ્છ ભારત મિશનને સમૃદ્ધિનો માર્ગ ગણાવ્યું. તેમણે કહ્યું કે, તમે બધાએ સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવ્યું,  સેવા પખવાડાદરમિયાન માત્ર 15 દિવસમાં આયોજિત 27 લાખથી વધુ કાર્યક્રમોમાં 28 કરોડ લોકોએ ભાગ લીધો હતો. સતત પ્રયાસો જ સ્વચ્છ ભારત તરફ દોરી શકે છે.

આ કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાને સ્વચ્છ ભારત અને AMRUT 2.0 મિશન હેઠળ આશરે રૂ. 10,000 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યુ.  જેમાં અનેક રાજ્યોમાં પાણી અને ગટર શુદ્ધિકરણ પ્લાન્ટનો સમાવેશ થાય છે. જ્યારે લોકો 1,000 વર્ષ પછી પણ 21મી સદીના ભારત વિશે વાત કરશે ત્યારે તેઓ સ્વચ્છ ભારત મિશનને યાદ કરશે. વડા પ્રધાને પાયાની સ્વચ્છતાની અવગણના કરવા બદલ અગાઉની સરકારોની પણ ટીકા કરી હતી. તેઓએ ક્યારેય ગંદકી અને શૌચાલયના અભાવને રાષ્ટ્રીય મુદ્દા તરીકે ગણ્યા ન હતા. એવું લાગે છે કે તેઓએ ગંદકીને તેમના જીવનનો એક ભાગ બનાવી લીધો હતો. 

Read Also Haryana Election 2024: Priyanka Gandhi to Campaign with Vinesh Phogat in Julana

Exit mobile version