આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવનું સપનું સાકાર, લાપતા લેડીઝને ઓસ્કારમાં મળી એન્ટ્રી
આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને ઓસ્કાર 2025માં સત્તાવાર એન્ટ્રી મળી છે. આ રેસમાં આ ફિલ્મે ભારતીય સિનેમાની 28 ફિલ્મોને માત આપીને એન્ટ્રી મેળવી છે.
આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવની ફિલ્મ લાપતા લેડીઝને ઓસ્કારમાં સત્તાવાર એન્ટ્રી મળતા તેણીનું સપનું સાકાર થયું છે. લાપતા લેડીઝ ફિલ્મે ઓસ્કાર એન્ટ્રી માટે ૨૮ ફિલ્મોને પાછળ પાડી દીધી છે. જેમાં એનિમલ, કલ્કી ૨૮૯૮ એડી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
કિરણ રાવની સોશિયલ કોમેડી ડ્રામા ફિલ્મ ‘લાપતા લેડીઝ‘ ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરવા માટે એકેડેમી એવોર્ડ્સ ઓસ્કર 2025માં જઈ રહી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે ‘લાપતા લેડીઝ‘ને ઓસ્કારમાં સામેલ કરવામાં આવશે.
આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવની આ ફિલ્મ ચાલુ વર્ષે રિલીઝ થઈ હતી અને તેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મના કો-પ્રોડ્યુસર આમિર ખાન છે. કિરણ રાવે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. ઓસ્કારમાં ફોરેન લેંગ્વેજ કેટેગરીમાં ‘લાપતા લેડીઝ‘ની પસંદગી કરવામાં આવી છે.