કરાચીમાં રાસ-ગરબા રમાયા, પાકિસ્તાનની નવરાત્રિ સેલિબ્રેશનનો વીડિયો થયો વાયરલ
નવરાત્રી એ ભારતભરમાં ઉજવવામાં આવતો વાઈબ્રન્ટ તહેવાર છે જેને લઈને સમગ્ર દેશ ઉત્સાહિત છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પાકિસ્તાનમાં સરહદ પાર નવરાત્રી કેવી રીતે ઉજવવામાં આવે છે? તાજેતરમાં પાકિસ્તાનના કરાચીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં રાસ-ગરબા કરતા હિન્દુઓ નજરે પડે છે.
પાકિસ્તાનના કરાચીમાં થતા નવરાત્રી સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વિડીયોમાં લોકો કરાચીમાં નવરાત્રી ઉત્સવની ઉજવણી કરતા જોઈ શકાય છે. આ વીડિયો શહેરમાં સાંસ્કૃતિક સમરસતાની અનોખી ઝલક આપે છે.
પાકિસ્તાની ધીરજ મંધન દ્વારા શેર કરવામાં આવેલી વાયરલ ક્લિપ કરાચીની એક સ્થાનિક શેરીમાં હેવી લાઇટથી પ્રકાશિત, દેવી દુર્ગાની વિશાળ તસવીર અને દાંડિયા અને ગરબા રમતા મહિલાઓ અને બાળકોને દર્શાવે છે.
આ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, તેને અત્યાર સુધીમાં 1.27 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે.
વિડીયોને હૃદયસ્પર્શી કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં લખ્યું હતું કે, “પાકિસ્તાનના કરાચીમાં નવરાત્રીનો ચોથો દિવસ. જો હું તમને કહું કે એક એવો વિસ્તાર છે જ્યાં તમને મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા અને ચર્ચ ક્યાં મળી શકે છે? લોકો આ જગ્યાને મિની ઈન્ડિયા કહે છે, પણ હું તેને આપણું પાકિસ્તાન કહેવાનું પસંદ કરું છું.”
પોતાના વતનમાં પહેલીવાર નવરાત્રિનો અનુભવ કરવા પર પોતાની ખુશી વ્યક્ત કરતા મંધને કહ્યું, “તે જાદુઈ, મંત્રમુગ્ધ અને આનંદથી ભરપૂર હતું. દરેક જણ ખુશ હતા, હસતા હતા, નાચતા હતા અને તહેવારનો આનંદ માણતા હતા.” વીડિયોમાં બતાવેલ વિસ્તાર તેના વિવિધ ધાર્મિક સમુદાય માટે જાણીતો છે.
Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began