Justnownews

ઈજિપ્તના પિરામિડ પર એક કુતરો ચઢી જતા ચકચાર મચી ગઈ, વીડિયો થયો વાયરલ

વિશ્વની ૭ અજાયબી પૈકીની એક છે ઈજિપ્તના પિરામિડ્સ. આ પિરામિડ પર એક કુતરો ચઢી જતા ચકચાર મચી ગઈ છે. આ કુતરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સ્થાનિક લોકો આ ઘટનાને ધાર્મિક પરંપરા સાથે જોડી રહ્યા છે.

ગીઝાના પિરામિડ દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ વિશાળ પિરામિડ 100 મીટરથી વધુ ઊંચો છે. જો કે એક કુતરો આ પિરામિડ પર ચઢી ગયો. આ કુતરો પેરાગ્લાઈડિંગ કરનાર સ્પોર્ટ્સમેનને જોવા મળ્યો હતો. પેરાગ્લાઇડિંગનો ઉપયોગ આકાશમાં ઉડતી વખતે વિશ્વની કેટલીક પ્રખ્યાત સાઇટ્સ જોવા માટે થાય છે.

અમેરિકન પેરાગ્લાઈડર માર્શલ મોશર અને તેનો એક સાથી પેરાગ્લાઈડિંગ કરી રહ્યા હતા. આ સમયે તેણે પ્રાચીન પિરામિડની ટોચ પર એક રખડતો કુતરો જોયો. સીએનએનના અહેવાલ અનુસાર, માર્શલ મોશરે કહ્યું, ‘અમે પિરામિડની ટોચ પર કંઈક આગળ પાછળ દોડતું જોયું. 448 ફૂટની ઊંચાઈ પર પક્ષીઓનો પીછો કરતા ૧ કુતરો જોવા મળ્યો હતો.

મોશર આ અસામાન્ય ઘટના જોઈને અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયો. “એક કૂતરો ગીઝાના મહાન પિરામિડ પર ચઢ્યો,” તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું. મોશેરે પાછળથી પોતાની જાતને સુધારતા કહ્યું કે કુતરો ખાફ્રેના પિરામિડ પર ચઢી ગયો હતો, જે ગ્રેટ પિરામિડ કરતા થોડો નાનો છે.

આ વીડિયોને 2.5 કરોડથી વધુ લોકોએ જોયો છે. આ ફૂટેજએ લોકોને ચોંકાવી દીધા હતા. નેટિઝન્સ આ વીડિયો પર રંગબેરંગી કોમેન્ટ્સ કરી રહ્યા છે. એકે  કુતરાની બહાદુરીના વખાણ કર્યા. પ્રાણીપ્રેમીઓએ કૂતરાના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him

Exit mobile version