ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે તેની પ્યોંગયાંગમાંથી દક્ષિણ કોરિયાના ડ્રોનના અવશેષો શોધી કાઢ્યા છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે ઉત્તર કોરિયાના દાવાને “એકપક્ષીય” અને ” અયોગ્ય” ગણાવ્યો હતો.
ઉત્તર કોરિયાએ શનિવારે જણાવ્યું હતું કે, તેની રાજધાની પ્યોંગયાંગમાં શોધ દરમિયાન દક્ષિણ કોરિયન ડ્રોનના અવશેષો મળ્યા હતા, અને દાવો કર્યો હતો કે ડ્રોન સાબિત કરે છે કે મહિનાની શરૂઆતમાં શહેરના આકાશમાં કથિત ડ્રોન ઘૂસણખોરી પાછળ દક્ષિણ કોરિયાનો હાથ હોઈ શકે છે.
દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે એક નિવેદનમાં ઉત્તર કોરિયાના દાવાને “એકપક્ષીય” અને ” અયોગ્ય” ગણાવ્યો હતો. ઉત્તર કોરિયાની અધિકૃત કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ વિશાળ, વી આકારની પાંખો અને વિંગલેટ્સ સાથે દેખીતી રીતે ક્ષતિગ્રસ્ત વિમાન દર્શાવતા ફોટા પ્રકાશિત કર્યા. તેમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયાની સૈન્ય અને રાજ્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત તપાસમાં ઑક્ટોબરની શરૂઆતમાં દક્ષિણ કોરિયાની લશ્કરી પરેડમાં દેખાયું હતું તેવું જ ડ્રોન ઉત્તર કોરિયાની રાજધાનીમાંથી મળી આવ્યું છે.
ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર ઉત્તર કોરિયા વિરોધી પ્રચાર પત્રિકાઓના વિતરણ માટે આ મહિને ૩ વાર ડ્રોન ઉડાડવાનો આરોપ લગાવ્યો હતો. જો આવી ફ્લાઇટ્સ ફરીથી થશે તો તેનો જડબાતોડ જવાબ આપવાની ધમકી આપી હતી.
ઉત્તર કોરિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, પ્યોંગયાંગમાં કથિત રીતે મળેલું એરક્રાફ્ટ સંભવિત ડ્રોનમાંથી એક હતું જેનો ઉપયોગ પત્રિકાઓ છોડવા માટે કરવામાં આવ્યો હતો, પરંતુ અમે હજૂ પણ વધુ પરિક્ષણ હાથ ધરી રહ્યા છીએ.