કેલિફોર્નિયામાં વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓ શાળામાં નહીં વાપરી શકે સ્માર્ટફોન
અમેરિકાના કેલિફોર્નિયામાં વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેલિફોર્નિયાની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે. ડેમોક્રેટિક ગવર્નર ગેવિન ન્યૂઝમે સોમવારે આ સંબંધમાં નવો કાયદો પસાર કર્યો હતો. જો કે, ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ તેની વિરુદ્ધ છે.
અમેરિકાના કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝમે શાળામાં વિદ્યાર્થીઓના સ્માર્ટફોન વપરાશના પ્રતિબંધના કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. જે અંતર્ગત હવે કેલિફોર્નિયાની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કે, ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ તેની વિરુદ્ધ છે. શાળાઓમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધને લઈને ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે.
ન્યૂઝમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવો કાયદો વિદ્યાર્થીઓને સ્ક્રીન પર નહીં પણ શાળામાં ભણતર, સામાજિક વિકાસ અને તેમની સામેની દુનિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે. બીજી તરફ, મોબાઈલ ફોન પ્રતિબંધની નીતિઓના કેટલાક ટીકાકારો કહે છે કે શિક્ષકો પર બોજ ન આવવો જોઈએ. અન્ય લોકો ચિંતા કરે છે કે વિદ્યાર્થીઓ માટે કટોકટીમાં મદદ મેળવવી મુશ્કેલ બનશે.
ઉલ્લેખનીય છે કે કેલિફોર્નિયા અમેરિકાનું પહેલું રાજ્ય છે જ્યાં આ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વર્ગમાં બાળકોના અભ્યાસ પ્રત્યેના ખલેલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે બાળકોને સોશિયલ મીડિયાની હાનિકારક માનસિક અસરોથી બચાવવા આ કાયદો બનાવાયો છે.