Justnownews

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતી હિંસા રોકવાની વૈશ્વિક અપીલ કરાઈ, હડસન નદી પર હવાઈ બેનર લગાવાયું

હિંદુ અમેરિકન જૂથોએ હડસન નદી પર બેનર લગાવીને બાંગ્લાદેશમાં નરસંહાર અંગે જાગૃતિ ફેલાવી, હિંદુ લઘુમતીના રક્ષણ માટે વૈશ્વિક પગલાં લેવા વિનંતી કરી છે.

હિંદુ અમેરિકન જૂથોએ હડસન નદી પર વિશાળ એરલાઇન બેનર ઉડાવ્યું હતું, જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની ચાલી રહેલી નરસંહારને રોકવા માટે વૈશ્વિક અપીલ કરાઈ હતી.  

વૈશ્વિક અપીલ કરતું આ વિશાળ હવાઈ બેનરે પ્રથમ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પરિક્રમા કરાવાયું અને હડસન નદી પર લહેરાવાયું હતું. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીએ માનવ ગૌરવ, સ્વતંત્રતા અને સમાનતાનું વૈશ્વિક પ્રતીક છે.

બાંગ્લાદેશની હિન્દુ વસ્તી ૧૯૭૧માં ૨૦ ટકાથી ઘટીને આજે માત્ર ૮.૯ ટકા થઈ ગઈ છે. વર્તમાનમાં બાંગ્લાદેશમાં રહેતા ૧૩ થી ૧૫ મિલિયન હિંદુઓના અસ્તિત્વ માટે ખતરો છે. ૫ ઓગસ્ટ, ૨૦૨૪થી લગભગ ૧૦૦૦થી વધુ હિંસક ઘટનાઓ નોંધાઈ છે.

અમેરિકાના હિંદુ સંગઠનો અનુસાર બાંગ્લાદેશમાં હિંદુઓ લુપ્ત થવાના આરે છે. આશા છે કે, આ પ્રયત્નથી વિશ્વમાં જાગૃતિ આવશે અને યુએન યોગ્ય પગલાં લેવા માટે પ્રોત્સાહિત થશે.

Read Also Will Palestine’s Name Disappear? Netanyahu Shows Maps at UNGA Without Palestine

Exit mobile version