38°C
November 22, 2024
World

ભારતીય યુવાનોમાં ઓસ્ટ્રેલિયાના વર્કિંગ હોલિડે મેકર વિઝાનો ક્રેઝ, ૪૦૦૦૦ અરજી કરાઈ

  • October 15, 2024
  • 1 min read
ભારતીય યુવાનોમાં ઓસ્ટ્રેલિયાના વર્કિંગ હોલિડે મેકર વિઝાનો ક્રેઝ, ૪૦૦૦૦ અરજી કરાઈ

ઓસ્ટ્રેલિયન વર્કિંગ હોલીડે મેકર વિઝા પ્રોગ્રામ ૧૮ થી ૩૦ વર્ષની વયના ભારતીયોને ૧૨ મહિના સુધી ઓસ્ટ્રેલિયામાં રહેવા, કામ કરવા અને અભ્યાસ કરવાની મંજૂરી આપે છે. ભારતીય યુવાનોમાં ઓસ્ટ્રેલિયાના વર્કિંગ હોલિડે મેકર વિઝાનો ક્રેઝ ખૂબજ જોવા મળી રહ્યો છે. માત્ર ૧૦૦૦ વિઝા માટે ૪૦૦૦૦ ભારતીય યુવાનોએ અરજી કરી છે.

ઓસ્ટ્રેલિયાના આસિસ્ટન્ટ ઈમિગ્રેશન મિનિસ્ટર મેટ થિસલથવેટે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના નવા વર્કિંગ હોલિડે મેકર વિઝા પ્રોગ્રામમાં ૧૦૦૦ની જરૂરિયાત સામે ૨ અઠવાડિયામાં લગભગ ૪૦૦૦૦ અરજીઓ આવી છે. થિસલથવેટે વધુમાં જણાવ્યું હતું કે આ વિઝા ૧૮ થી ૩૦ વર્ષની વયના ભારતીયોને ૧૨ મહિના સુધી ઓસ્ટ્રેલિયામાં રહેવા, કામ કરવા અને અભ્યાસ કરવાની મંજૂરી આપે છે.

આસિસ્ટન્ટ ઈમિગ્રેશન મિનિસ્ટર મેટ થિસલથવેટે જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે કહ્યું કે વિઝા પ્રક્રિયા ઓક્ટોબરથી શરૂ થઈ હતી અને મહિનાના અંતમાં સમાપ્ત થશે. ત્યારબાદ અરજદારોમાંથી સફળ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, અને પસંદ કરાયેલા ઉમેદવારો આવતા વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં તેમનું રોકાણ શરૂ કરી શકે છે.

ઓસ્ટ્રેલિયાના મંત્રી થિસલથવેટે જણાવ્યું હતું કે, આ વિઝા ભારતીય યુવાનોને ઓસ્ટ્રેલિયન સંસ્કૃતિના પરિચયનો અને વિવિધ ક્ષેત્રોમાં કામનો અનુભવ મેળવવાની તક આપે છે. થિસલથવેટે કહ્યું કે વર્કિંગ હોલિડે મેકર વિઝાની સૌથી સારી વાત એ છે કે તમે જે કામ કરી શકો છો તેના પર કોઈ ખોટાં નિયંત્રણો નથી. અત્યાર સુધીમાં ૧૦૦૦ વિઝા માટે ૪૦૦૦૦ અરજીઓ આવી છે.

Read Also Will Palestine’s Name Disappear? Netanyahu Shows Maps at UNGA Without Palestine

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *