ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ ચરમસીમાએ છે. આવા સમયે એક કેનેડીયન નાગરિકે ચોંકાવનારો દાવો તો ઠીક ખુલાસો કર્યો છે. તેણે પોતાના દાવામાં કહ્યું છે કે ભારતીય મહિલાઓ મફતમાં બાળકોને જન્મ આપવા માટે કેનેડા આવી રહી છે. આ સાથે તેઓ તેમના બાળક માટે કેનેડાની નાગરિકતા મેળવી રહ્યા છે. બાદમાં, જ્યારે બાળક મોટો થાય છે, ત્યારે તે તેના બાકીના પરિવારને કેનેડામાં સ્થાયી થવા માટે બોલાવી લે છે.
કેનેડાના નાગરિક ચાડ ઈરોસે એક વીડિયો જાહેર કરીને ગંભીર આરોપ લગાવ્યો છે. તેણે દાવો કર્યો છે કે ઘણી સગર્ભા ભારતીય મહિલાઓ ખાસ કરીને બાળકને જન્મ આપવા માટે કેનેડા આવી રહી છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ મહિલાઓ કેનેડાની હેલ્થ કેર સિસ્ટમનો ફાયદો ઉઠાવી રહી છે. આ ગર્ભસ્થ મહિલાઓ બાળકો માટે કેનેડાની નાગરિકતા મેળવવા માટે આનો ઉપયોગ કરી રહી છે.
કેનેડિયન નાગરિકનો આક્ષેપ છે કે આ બાળક દ્વારા સમગ્ર પરિવારને કેનેડામાં સ્થાઈ વસવાટ માટે લાવવામાં આવે છે. તેમના આ દાવા બાદ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડાઈ છે. ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ છે ત્યારે આ દાવો કરવામાં આવ્યો છે.
આ નાગરિકે એક પોસ્ટમાં લખ્યું છે કે, એક નર્સે તેના સંબંધીને કહ્યું કે પ્રસૂતિ વોર્ડ ભારતીય મહિલાઓથી ભરેલા છે જે ડિલિવરી માટે કેનેડા આવી હતી. ઇરોસે સ્વીકાર્યું કે કેનેડિયન હોસ્પિટલોએ તમામ દર્દીઓને સમાન આરોગ્ય સંભાળ પૂરી પાડવી જોઈએ. જો કે ભારતીય ઇમિગ્રન્ટ મહિલાઓ કેનેડાના મેટરનિટી વોર્ડમાં ઘણી પથારીઓ પર કબજો કરી રહી છે.
Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began