Justnownews

કપાસની ખરીદી ટેકાના ભાવે કરાશે, સહાય અંગે પણ થઈ શકે છે મોટી જાહેરાત

કેન્દ્ર સરકાર દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી માટેની નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે,  ભારે વરસાદના કારણે રાજ્યમાં પાક ધોવાણ અને જમીન ધોવાણના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં નુકસાનીની સહાય અંગે જાહેરાત કરશે.

ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. આગામી 1 ઓક્ટોબરથી રાજ્યના 13 ખરીદી કેન્દ્ર પર કપાસની ખરીદી શરૂ થશે. આ સાથે જ રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલા પાક નુકસાની મામલે પણ સહાય જાહેર થઈ શકે છે.

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતો માટે આગામી ૨ દિવસમાં જ સહાયની જાહેરાત થઈ શકે છે. રાજ્યમાં પાક ધોવાણ અને જમીન ધોવાણના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. સાથે જ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે જથ્થો નક્કી થયા બાદ મગફળીની ખરીદી પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે.

Read Also Arvind Kejriwal’s Big Statement: ‘Don’t Worry, I Am Back and…

Exit mobile version