સીરિયાના બીજા સૌથી મોટા શહેર અલેપ્પો પર વિદ્રોહીઓએ કબજો કરી લીધો
સીરિયાના બીજા સૌથી મોટા શહેર અલેપ્પો પર શુક્રવારે થયેલા હુમલામાં વિદ્રોહીઓએ કબજો કરી લીધો છે. 2016 પછી સીરિયાના બશર અલ-અસદ શાસન વિરુદ્ધ હયાત તહરિર અલ-શામ (HTS)ના નેતૃત્વમાં બળવાખોર જૂથો દ્વારા આ પહેલો મોટો હુમલો છે. જેમાં વિદ્રોહીઓએ અલેપ્પોના મોટા ભાગ પર કબજો જમાવી લીધો હોવાના અહેવાલ છે.
સીરિયાના શહેર અલેપ્પોને 8 વર્ષ પછી બળવાખોરો દ્વારા કબજે કરવામાં આવ્યું છે. હજારો લોકોએ ગોળીબાર વચ્ચે તેમના ઘર છોડી દીધા છે. 2016 પછી આ પ્રથમ વખત છે જ્યારે બળવાખોરો શહેરમાં ઘૂસ્યા છે. સેના સાથે અથડામણ બાદ બળવાખોરોને સફળતા પણ મળી છે. જો કે સેનાનો દાવો છે કે તેણે કેટલાક વિસ્તારો પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે.
સીરિયાના બીજા સૌથી મોટા શહેર અલેપ્પો પર શુક્રવારે થયેલા હુમલામાં વિદ્રોહીઓએ કબજો કરી લીધો છે. 2016 પછી સીરિયાના બશર અલ-અસદ શાસન વિરુદ્ધ હયાત તહરિર અલ-શામ (HTS)ના નેતૃત્વમાં બળવાખોર જૂથો દ્વારા આ પહેલો મોટો હુમલો છે. જેમાં વિદ્રોહીઓએ અલેપ્પોના મોટા ભાગ પર કબજો જમાવી લીધો હોવાના અહેવાલ છે. આ હુમલા બાદ અલેપ્પોની આસપાસ અસદ સરકારની સેના અને વિદ્રોહીઓ વચ્ચે ભીષણ અથડામણ ચાલી રહી છે.
સીરિયન ઓબ્ઝર્વેટરી ઓફ હ્યુમન રાઈટ્સે દાવો કર્યો હતો કે બળવાખોરોએ પહેલા વાહનોમાં વિસ્ફોટ કર્યો અને પછી હુમલા શરૂ કર્યા. આના કારણે અલેપ્પોના હજારો રહેવાસીઓને શહેર છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. આ સંઘર્ષમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. અલેપ્પોમાં બળવાખોરો તેમના ધ્વજ લગાવી રહ્યા હોવાની તસવીરો સામે આવી છે, જ્યારે મિલિટરી ઓપરેશન્સ કમાન્ડે કહ્યું કે સૈન્ય ટુકડીઓ અલેપ્પોમાં ફરી પ્રવેશી રહી છે.
સીરિયામાં 2011ના ગૃહયુદ્ધ બાદ 2016માં રાષ્ટ્રપતિ અસદે ઈરાન અને રશિયાની મદદથી દેશના લગભગ 70 ટકા હિસ્સા પર નિયંત્રણ મેળવી લીધું હતું. આમાં અલેપ્પો શહેર પણ સામેલ હતું. આઠ વર્ષ બાદ વિદ્રોહીઓએ ફરી એકવાર અલેપ્પો શહેર પર હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, વિદ્રોહીઓએ અલેપ્પોમાં બે કાર બોમ્બ વિસ્ફોટ કર્યા, જેના કારણે શહેરમાં ખળભળાટ મચી ગયો. આ પછી હવામાંથી પણ હુમલા કરવામાં આવ્યા હતા.
Read Also PM Modi welcomed by Indian community in Brazil with Sanskrit prayers