દિલજીત દોસાંઝે તેલંગાણા સરકાર તરફથી મળેલી નોટિસ પર આપી પ્રતિક્રિયા
દિલજીત દોસાંઝે પોતાના ગીતોમાં દારૂના પ્રચાર માટે તેલંગાણા સરકાર તરફથી મળેલી નોટિસ પર પ્રતિક્રિયા આપી છે. અમદાવાદના કોન્સર્ટમાં તેમણે દેશવ્યાપી દારૂબંધીને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે જો ગુજરાતની જેમ સમગ્ર દેશમાં દારૂબંધી લાગુ કરવામાં આવશે તો તેઓ દારૂ આધારિત ગીતો ગાવાનું બંધ કરી દેશે.
સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ ‘દિલ લ્યુમિનાટી‘ ટૂર પર છે. તેણે દેશના ઘણા ભાગોમાં તેના કોન્સર્ટ કર્યા હતા અને હવે તે વિદેશમાં પોતાનું પરફોર્મન્સ આપી રહ્યો છે. આ દરમિયાન, તેમને તેલંગાણા સરકાર તરફથી નોટિસ મળી હતી કારણ કે તેમના ગીતોમાં દારૂનો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો.
હવે દિલજીતે પ્રતિક્રિયા આપી છે. દિલજીતે કહ્યું કે, દેશભર દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો તે દારૂ આધારિત ગીતો ગાશે નહીં કારણ કે ગુજરાતમાં તેના પર પ્રતિબંધ છે. સિંગરે તેલંગાણા સરકારની તે નોટિસ પર પણ ઝાટકણી કાઢી હતી.
17 નવેમ્બરની સાંજે અમદાવાદમાં એક કોન્સર્ટમાં, દિલજીતે દેશભરના અધિકારીઓને દારૂ પર પ્રતિબંધ મૂકવા માટે પડકાર ફેંક્યો હતો. સિંગરે તેલંગાણા સરકારની તે નોટિસ પર પણ ઝાટકણી કાઢી હતી. જેમાં તેણે પોતાના કોન્સર્ટમાં આલ્કોહોલ, હાંડા અને ડ્રગ્સવાળા ગીતો ન ગાવા જોઈએ તેવી સૂચના આપવામાં આવી હતી. આમાં તેમના ‘પંજ તારા‘ અને ‘પટિયાલા પેગ‘નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
હવે દિલજીતના વાયરલ વીડિયોમાં તે કહી રહ્યો છે, ‘આજે પણ હું દારૂ પર કોઈ ગીત નહીં ગાઉં. કારણ કે ગુજરાત એક દારૂ પ્રતિબંધિત રાજ્ય છે. જો અહીં દારૂ પર પ્રતિબંધ છે તો હું ગુજરાત સરકારનો ચાહક છું. હું આ માટે ગુજરાત સરકારને ખુલ્લું સમર્થન આપું છું. તમે દેશભરમાં દારૂની દુકાનો બંધ કરો, હું દારૂ પર ગીતો ગાવાનું બંધ કરીશ.
સિંગરે વધુમાં કહ્યું કે, ‘મેં ડઝનબંધ ભજનો ગાયા છે. છેલ્લા 10 દિવસમાં મેં બે ભક્તિ ગીતો રજૂ કર્યા છે. પરંતુ તેના વિશે કોઈ બોલતું નથી. ટીવી પર દરેક વ્યક્તિ ફક્ત પટિયાલા પેગ વિશે જ વાત કરે છે. તેમણે કહ્યું, ‘ચાલો અભિયાન શરૂ કરીએ. જો તમામ રાજ્યો પોતાને દારૂ મુક્ત રાજ્યો જાહેર કરે છે, તો બીજા દિવસથી દિલજીત દોસાંઝ લાઇવ કોન્સર્ટમાં દારૂ આધારિત ગીતો ગાવાનું બંધ કરી દેશે. મારી પાસે બીજી ઓફર છે. જો હું જે પણ શહેરમાં પર્ફોર્મ કરીશ ત્યાં એક દિવસ માટે પણ દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો હું દારૂ પર આધારિત ગીતો નહીં ગાઉં.
Read Also Govinda Injured by Gunshot, Actor Hurt by His Own Gun, Condition Improving