વડાપ્રધાન મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશ્કિયન મસૂદ વચ્ચે પ્રથમ પણ સૂચક મુલાકાત થઈ
બ્રિક્સમાં અગાઉ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થતો હતો. આ વર્ષે ઇજિપ્ત, સંયુક્ત આરબ અમીરાત, ઇથોપિયા અને ઈરાન પણ આ જૂથમાં જોડાયા છે. આવી સ્થિતિમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન બ્રિક્સમાં સામેલ થવા માટે રશિયાના કઝાન આવ્યા છે. કઝાનમાં મસૂદ પેજેશ્કિયન અને વડાપ્રધાન મોદી વચ્ચે થઈ સૂચક મુલાકાત.
રશિયાના કાઝાનમાં આયોજિત 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે મુલાકાત કરી છે. કઝાનમાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ અને બંને પક્ષોએ આ ચર્ચાઓને અર્થપૂર્ણ ગણાવી હતી.
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મસૂદે ચાબહાર પોર્ટ, ઈન્ટરનેશનલ નોર્થ સાઉથ કોરિડોર ઉપરાંત પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો કરવા પર ચર્ચા કરી છે. બંને નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાનની સ્થિતિ પર પણ ચર્ચા થઈ હતી. મીટિંગ પછી જ્યારે પીએમ મોદી સાથે વાતચીતના અનુભવ વિશે પૂછવામાં આવ્યું તો ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદે ‘ખૂબ સારું‘ તેવો જવાબ આપ્યો.
રાષ્ટ્રપતિ બન્યા બાદ પેજેશકિયનની નરેન્દ્ર મોદી સાથે આ પ્રથમ મુલાકાત છે. ભારતીય પીએમ મસૂદ પેજેશ્કિયનની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ઈરાનનો ઈઝરાયેલ સાથે તણાવ વધી ગયો છે અને પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ છે. લેબનોન પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહના મૃત્યુ બાદ ઈરાને આ મહિનાની શરૂઆતમાં ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ પછી તણાવ ઘણો વધી ગયો હતો.
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયેલ અને ઈરાને શાંતિ લાવવા માટે ભારત પાસેથી સહયોગની અપેક્ષા રાખી છે. હાલના દિવસોમાં બંને દેશો તરફથી આવા નિવેદનો આવ્યા છે, આવી સ્થિતિમાં દુનિયાની નજર આ બેઠક પર હતી. નરેન્દ્ર મોદી અને પેઝેશ્કિયન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 16મી બ્રિક્સ સમિટ માટે કાઝાનમાં છે.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him