શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર મુકાશે પ્રતિબંધ, મોહમ્મદ યુનુસે શરૂ કરી તૈયારીઓ
બાંગ્લાદેશમાં હિંસક આંદોલન દ્વારા શેખ હસીનાને હટાવ્યા બાદ હવે તેમની પાર્ટી અવામી લીગને ચૂંટણીના રાજકારણમાંથી હટાવવાની તૈયારીઓ થઈ રહી છે. લોકતંત્રની પુનઃસ્થાપના માટે પ્રયત્નશીલ દેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે દેશની સૌથી મોટી પાર્ટીને કચડી નાખવાનું નક્કી કરી લીધું છે.
બાંગ્લાદેશમાં લોકશાહીની પુનઃસ્થાપનાની હામી ભરનાર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં રચાયેલી વચગાળાની સરકાર દેશની સૌથી મોટી પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના કાર્યાલયે કહ્યું છે કે વચગાળાની સરકાર અવામી લીગ અને તેના સાથી પક્ષોને રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકશે.
મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની હકાલપટ્ટી કરાયેલી વડાપ્રધાન શેખ હસીના અને તેમની પાર્ટી અવામી લીગ પર લોકશાહીને દબાવવા અને વિરોધીઓને ચૂંટણીની રાજનીતિથી રોકવાનો આરોપ લગાવી રહ્યા છે. આ સંજોગોમાં હવે શેખ હસીના પાર્ટી પર પ્રતિબંધના નિર્ણય લેવાતા અનેક તર્ક વિતર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે શરૂ થઈ ગયા છે.
બાંગ્લાદેશી મીડિયા આઉટલેટ ડેઈલી સ્ટાર અનુસાર, શેખ હસીના વિરુદ્ધ ચળવળના ‘માસ્ટર માઈન્ડ‘ મુખ્ય સલાહકાર મહફૂઝ આલમના વિશેષ મદદનીશએ કહ્યું કે ‘જે લોકોએ છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં ભાગ લીધો હતો અને ગેરકાયદેસર રીતે સંસદમાં આવ્યા હતા તેમને જનતા સાથે છેતરપિંડી કરી વચગાળાની સરકાર ચોક્કસપણે આવા પક્ષો પર પ્રતિબંધ લગાવશે.
અવામી લીગ અને તેના સાથી પક્ષો પર પ્રતિબંધ મૂકવાની શક્યતા વિશે પૂછવામાં આવતા, આલમે કહ્યું કે, વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવશે. સરકાર એકપક્ષીય નિર્ણયો નહીં લે. મુખ્ય સલાહકાર સાથેની વાતચીતમાં કેટલાક પક્ષોએ અવામી લીગ અને તેના સાથી પક્ષો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him