પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિની મુલાકાત સફળ, ઈઝરાયેલના પેટમાં તેલ રેડાયું
વ્લાદિમીર પુતિન અને મસૂદ પેઝેશ્કિયન વચ્ચેની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ઈઝરાયેલે ઈરાનના મિસાઈલ હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. દરમિયાન, લેબનોન અને ગાઝામાં ભીષણ લડાઈ ચાલુ છે. સ્થિતિ અંગે ચર્ચા કરવા પુતિન અને મસૂદ તુર્કમેનિસ્તાનની રાજધાની અશગાબાતમાં મળ્યા છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શુક્રવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનને મળ્યા છે. બંને દેશના વડાઓ વચ્ચેની આ મુલાકાત તુર્કમેનિસ્તાનમાં ૧૮મી સદીના કવિની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમમાં થઈ છે. ઈરાની નેતાઓ તાજેતરના સમયમાં રશિયન રાજકારણીઓ સાથે વારંવાર બેઠકો કરી રહ્યા છે.
આ સ્થિતિમાં રશિયા ઈરાન તરફ કેમ ઝૂકી રહ્યું છે તે પ્રશ્ન છે. એવી કઈ જરૂરિયાતો છે જે બંનેને નજીક લાવે છે? Lawfaremedia.orgમાં પ્રકાશિત એક લેખ અનુસાર ઈરાન અને રશિયા ૨૦૦ વર્ષથી એકબીજાના હરીફ છે. ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા રુહોલ્લાહ ખોમેની સોવિયેત યુનિયનને અમેરિકા જેટલી જ નફરત કરતા હતા. જો આજે બંને દેશ નજીક આવી રહ્યા છે તો તેનું કારણ બદલાયેલા સંજોગો છે.
બંને દેશો અત્યારે અમેરિકા અને તેના સાથી દેશોની વિરૂદ્ધમાં છે. આ સ્થિતિમાં, તેઓ તેમના વ્યૂહાત્મક અને ભૌગોલિક રાજકીય હિતોના આધારે પશ્ચિમ વિરૂદ્ધ અનુકૂળ ભાગીદારી બનાવી રહ્યા છે. વોર ઓન ધ રોક્સ અનુસાર, ઈરાન અને રશિયા વચ્ચેના સંબંધોમાં ૧૯૯૦ના દાયકાની શરૂઆતથી સુધારો જોવા મળ્યો છે, જ્યારે રશિયાએ ઈરાનના મોટાભાગના લશ્કરી હાર્ડવેર પૂરા પાડ્યા હતા. જેમાં ટેન્ક, બખ્તરબંધ વાહનો, ટેન્ક વિરોધી મિસાઈલ, ફાઈટર એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને મિસાઈલોનો સમાવેશ થાય છે.
પુતિને ખાસ કરીને ૧૯૯૯માં સત્તા સંભાળ્યા બાદ ઈરાન સાથેના સંબંધોમાં સુધારો કર્યો હતો. પુતિનના આગમન પછી, ઈરાન રશિયન શસ્ત્રોનું મુખ્ય ખરીદનાર બન્યું. ૨૦૦૫માં રશિયા અને ઈરાન વચ્ચે એક બિલિયન ડોલરની શસ્ત્ર ડીલ થઈ હતી.
Read Also Pakistani Defense Minister’s Provocative Statement Amid Kashmir Elections