બલૂચિસ્તાનની ખીણના કામદારો પર ઘાતક હુમલો, ૨૦ના મૃત્યુ થયા
બલૂચિસ્તાનની જુનૈદ કોલ કંપનીની ખાણો પર ભારે હથિયારોથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરોએ ખાણો પર રોકેટ અને ગ્રેનેડ પણ છોડ્યા. આ હુમલામાં ૨૦ જેટલા કામદારોએ જીવ ગુમાવ્યો છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ખાણ કામદારો પર ગ્રેનેડ અને રોકેટ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ૨૦ કામદારોના મોત થયા છે. દુકી પોલીસ સ્ટેશનના એસએચઓ હુમાયુ ખાને કહ્યું કે હથિયારબંધ લોકોના એક જૂથે જુનૈદ કોલ કંપનીની ખાણો પર ભારે હથિયારોથી હુમલો કર્યો. તેઓએ ખાણો પર રોકેટ અને ગ્રેનેડ પણ છોડ્યા. ડુકીના ડૉક્ટર જોહર ખાને ૨૦ લોકોના મોતની પુષ્ટિ કરી છે અને ઘાયલોની સારવાર ચાલી રહી છે.
દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં બંદૂકધારીઓએ 20 ખાણિયાઓની હત્યા કરી છે અને ૭ને ઈજા પહોંચાડી છે. બલૂચિસ્તાન પ્રાંતમાં નવો હુમલો દેશની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાનારી એક મોટી સુરક્ષા સમિટના દિવસો પહેલા થયો છે.
પોલીસ અધિકારી હમાયુ ખાન નાસિરે જણાવ્યું કે બંદૂકધારીઓએ ગુરૂવારે મોડી રાત્રે દુકી જિલ્લામાં કોલસાની ખાણ પાસેના ઘરો પર હુમલો કર્યો. બંદૂકધારીઓએ લોકોને ભેગા કર્યા અને પછી તેમના પર ગોળીબાર શરૂ કર્યો. મોટાભાગના પીડિતો બલૂચિસ્તાનના પશ્તુન-ભાષી વિસ્તારના હતા. મૃતકોમાંથી ૩ અને ઘાયલોમાંથી ૪ અફઘાન મૂળના હોવાનું કહેવાય છે.
હાલમાં કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. આ પ્રાંત સ્વતંત્રતા ઇચ્છતા અલગતાવાદી જૂથોનો ગઢ છે. તેઓ ઈસ્લામાબાદની સંઘીય સરકાર પર સ્થાનિક લોકોના ભોગે તેલ અને ખનિજથી સમૃદ્ધ બલૂચિસ્તાનનું અન્યાયી રીતે શોષણ કરવાનો આરોપ લગાવે છે.
Read Also Iran Israel Crisis: Iran Responds to Missile Strikes on Israel