ચૂંટણી જીતવા ડોનાલ્ડ ટ્રમ્પના હવાતિયા, વડાપ્રધાન મોદીને પોતાના મિત્ર ગણાવ્યા
અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. જો કે રાજકીય વિશ્લેષકો ટ્રમ્પના આ નિવેદનને તેના ચૂંટણી જીતવાના હવાતિયા ગણાવી રહ્યા છે.
અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે. રાષ્ટ્રપતિ પદના દાવેદાર કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને ધુંઆધાર પ્રચારમાં ગળાડૂબ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું કે, વડાપ્રધાન મોદી મારા સારા મિત્ર અને મહાન માણસ છે. મોદી પ્રભાવશાળી વ્યક્તિ છે. ટ્રમ્પે સપ્ટેમ્બર 2019માં અમેરિકાના હ્યુસ્ટનમાં યોજાયેલા હાઉડી મોદીને પણ યાદ કર્યા હતા.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને વર્તમાન રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે ફ્લેગ્રાન્ટ પોડકાસ્ટમાં કહ્યું કે મોદી એક મહાન માણસ છે. તે મારા સારા મિત્ર પણ છે.
ટ્રમ્પનું આ નિવેદન અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા આવ્યું છે. અમેરિકામાં નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓમાં ભારતીય અમેરિકન મતદારો મોટી સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આવી સ્થિતિમાં ટ્રમ્પ તેમને પણ પોતાની તરફ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ફ્લેગ્રાન્ટ પોડકાસ્ટમાં ટ્રમ્પને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, તમે વ્યક્તિત્વનું મૂલ્યાંકન કેવી રીતે કરી રહ્યા છો? આના પર ટ્રમ્પે કહ્યું, હું તમને કહી શકું છું. મોદી, ભારત. તે મારા મિત્ર છે. તે શ્રેષ્ઠ છે. પછી સવાલ પૂછવામાં આવ્યો કે શું તમને પીએમ મોદી ગમે છે. તેના પર ટ્રમ્પે કહ્યું, તેઓ મહાન છે. અમે હ્યુસ્ટન, ટેક્સાસમાં હાઉડી મોદી નામનો કાર્યક્રમ કર્યો.
Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began