રશિયાની એવી કઈ મજબૂરી હતી કે પોતાનું જ હન્ટર ડ્રોન યુક્રેન એર સ્પેસમાં નષ્ટ કરવું પડ્યું?
રશિયાએ તાજેતરમાં જ યુક્રેન એર સ્પેસમાં પોતાનું હન્ટર ડ્રોન S-70 નષ્ટ કર્યુ છે. આ ડ્રોનને નષ્ટ કરવા માટે રશિયાએ પોતાના સૌથી ખતરનાક ફાઈટર જેટ સુખોઈ-57નો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિશ્વમાં રશિયા વિરૂદ્ધ અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.
રશિયાની કિસ્મત અત્યારે તેની સાથે ન હોય તેવું લાગી રહ્યું છે. વૈશ્વિક દેશો એક બાદ એક યુક્રેન તરફી નિવેદન આપી રહ્યા છે. યુક્રેન સાથેનું યુદ્ધ હવે રશિયાને આર્થિક રીતે કપરૂ પડી રહ્યું છે. આ સિવાય તાજેતરમાં હવે રશિયાએ પોતાના જ એક મહત્વના ડ્રોન એવા હન્ટર ડ્રોનને પોતાના સૌથી ખતરનાક ફાઈટર જેટ સુખોઈથી નષ્ટ કરવું પડ્યું છે.
રશિયાને એવી કઈ મજબૂરી હતી કે યુક્રેન એર સ્પેસમાં પોતાનું હન્ટર ડ્રોન S-70 નષ્ટ કરવું પડ્યું છે ? આ સવાલનો જવાબ મેળવવા માટે પ્રથમ હન્ટર ડ્રોન S-70ને સમજવું જરૂરી છે. રશિયાનું આ પાવરફુલ હન્ટર ડ્રોન S-70 સ્વયં સંચાલિત ડ્રોન છે. આ ડ્રોન અન્ય દેશોની સરહદ પાર જઈ જાસૂસી કરવામાં કુશળ છે. જો કે આ ડ્રોન યુક્રેન એર સ્પેસમાં રશિયાના કાબૂથી બહાર નીકળી ગયું હતું. આ સમાચાર મળતા જ આ ડ્રોનને નષ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
રશિયાના હન્ટર ડ્રોન S-70ને દુશ્મનના હાથમાં જતું બચાવવા અને આ ડ્રોનના દુરઉપયોગને અટકાવવા તેમજ તેની ટેકનોલોજીના ગણિતની નકલ થતી રોકવા રશિયન સેનાએ આ ડ્રોનને નષ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. રશિયા માટે જો કે નિર્ણય લેવા કરતા તેનો અમલ કરવો બહુ મુશ્કેલ હતો. તેથી રશિયાએ પોતાના સૌથી ખતરનાક ફાયટર જેટ સુખોઈનો આ મિશન ઈમ્પોસિબલ માટે ઉપયોગ કર્યો હતો.
Read Also Will Palestine’s Name Disappear? Netanyahu Shows Maps at UNGA Without Palestine