ઈઝરાયેલ હુમલાના ડરે હિઝબુલ્લાહ નેતા હસન નસરાલ્લાહની સાયલન્ટ અને કોન્ફિડેન્શિયલ ફ્યુનરલ થશે
હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહને ગયા અઠવાડિયે ઈઝરાયેલે માર્યો હતો. જેના કારણે ઈરાન નારાજ છે. હવે નસરાલ્લાહના અંતિમ સંસ્કારને લઈને અટકળો ચાલી રહી છે. માનવામાં આવે છે કે હસન નસરાલ્લાહને આજે દફનાવવામાં આવશે. જો કે આ દફન વિધિ અત્યંત ગોપનીય રીતે કરવામાં આવશે કારણ કે ફ્યુનરલ પર ઈઝરાયેલ હુમલાનો ડર તોળાઈ રહ્યો છે.
ઈરાન અને તેની જનતા હિઝબુલ્લાહ વડા હસન નસરાલ્લાહના મોતથી આઘાતમાં છે. ઈઝરાયેલે જમીનની નીચે ઉંડે બાંધેલા બંકરમાં હાજર હિઝબુલ્લાના ચીફને નિશાન બનાવીને મારી નાખ્યો. હિઝબુલ્લામાં ઘૂસવાની ઇઝરાયેલની ક્ષમતાએ સૌને ચોંકાવી દીધા છે. હવે ઈરાન નસરાલ્લાહની અંતિમયાત્રા કાઢવાના પડકારનો સામનો કરી રહ્યું છે.
ઈઝરાયેલના મીડિયા આઉટલેટ કાનના અહેવાલ મુજબ, નસરાલ્લાહની અંતિમયાત્રા શુક્રવારે નીકળી શકે છે. આ અંતિમયાત્રા અત્યંત સાયલન્ટ અને કોન્ફિડેન્શિયલ હશે કારણ કે ઈઝરાયેલ હુમલાનો ડર ઈરાનને સતાવી રહ્યો છે.
ન્યૂઝ એજન્સી રોઈટર્સના અહેવાલ મુજબ, હિઝબુલ્લાના કેટલાક સૂત્રોએ સંકેત આપ્યો છે કે તેઓ ઈઝરાયેલના હુમલાથી ડરે છે. આ કારણોસર મોટી અંતિમવિધિ અટકાવવામાં આવી છે.
નસરાલ્લાહને ગયા અઠવાડિયે ઈઝરાયેલે માર્યો હતો. તેની સાથે અન્ય કેટલાક કમાન્ડરો માર્યા ગયા હતા, જેમને સોમવારે હિઝબોલ્લાહ દ્વારા ગુપ્ત રીતે દફનાવવામાં આવ્યા હતા.
Read Also Will Palestine’s Name Disappear? Netanyahu Shows Maps at UNGA Without Palestine