અમેરિકા અને ભારત વચ્ચે ક્રિટિકલ મિનરલ્સ સપ્લાય ચેઈન્સ સંદર્ભે એમઓયુ થયા
અમેરિકા અને ભારતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા અને બંને દેશોએ રીન્યુએબલ ઊર્જા ક્ષેત્રે ક્રિટિકલ મિનરલ્સ સપ્લાય ચેઈન્સ પર એમઓયુ સાઈન કર્યા છે.
ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને અમેરિકાના વાણિજ્ય સચિવ જીના રાયમોન્ડોએ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન, ઇનોવેશન હેન્ડશેક, ઊર્જા-ઉદ્યોગ નેટવર્ક અને ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્કમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત અમેરિકા અને ભારતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા અને બંને દેશોએ રીન્યુએબલ ઊર્જા ક્ષેત્રે ક્રિટિકલ મિનરલ્સ સપ્લાય ચેઈન્સ પર એમઓયુ સાઈન કર્યા છે. જેનો ઉદ્દેશ્ય નિર્ણાયક ખનીજ ક્ષેત્રમાં વધુ સ્થિતિસ્થાપકતાને સુનિશ્ચિત કરવા માટેનો છે.
એક મીડિયા રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકા અને ભારતમાં નિર્ણાયક ખનિજોની શોધ, નિષ્કર્ષણ, પ્રક્રિયા અને શુદ્ધિકરણ, રિસાયક્લિંગ અને પુનઃપ્રાપ્તિના પરસ્પર-લાભકારી વ્યાપારી વિકાસને સરળ બનાવવા માટે સાધનો, સેવાઓ, નીતિઓ અને શ્રેષ્ઠ પદ્ધતિઓની ઓળખ કરવાનો સમાવેશ થાય છે.
Read Also Will Palestine’s Name Disappear? Netanyahu Shows Maps at UNGA Without Palestine