શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજી મંદિરને ભવ્ય રીતે શોભાયમાન કરાયું
આજે નવરાત્રિનો પહેલો દિવસ છે. અંબાજી મંદિરમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કરાયું હતું. મા જગદંબાની આરાધનાનું વિશ્વનું સૌથી લાંબુ નૃત્યપર્વ શરૂ થયું છે. આ પર્વે અંબાજી મંદિરે સુશોભિત કરવામાં આવ્યું છે.
મા શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિ પર્વ શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરવા ભકતોની ભીડ ઉમટી પડે છે. આજે અંબાજી મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપના કરવામાં આવ્યું. ઘટસ્થાપના વિધિમાં સાત ધાન્યને કાંપની માટીમાં રોપવામાં આવ્યા છે. માન્યતા પ્રમાણે ઘટ સ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે.
અંબાજીમાં મા શક્તિનું હૃદય બિરાજમાન છે ત્યારે માં શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે આજે મંદિરના સભામંડપમાં ઘટ સ્થાપન વિધિ પૂર્ણ કરાઈ છે.
Read Also ‘If These Claims Are False…’, Congress’ First Reaction to the Tirupati Laddu Controversy