38°C
December 3, 2024
World

હિઝબુલ્લાનો ઈઝરાયેલને જડબાતોડ જવાબ, મોસાદના હેડક્વાર્ટર પર કર્યો મિસાઈલ એટેક

  • September 25, 2024
  • 1 min read
હિઝબુલ્લાનો ઈઝરાયેલને જડબાતોડ જવાબ, મોસાદના હેડક્વાર્ટર પર કર્યો મિસાઈલ એટેક

હિઝબુલ્લાએ તેલ અવીવ સુધી મિસાઇલો છોડી છે. ઇઝરાયેલમાં મોસાદના હેડક્વાર્ટરને હિઝબુલ્લા દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. તેલ અવીવમાં આખી રાત ચેતવણીના સાયરન સંભળાયા. ઈઝરાયેલ હવાઈ ​​સંરક્ષણ પ્રણાલી દ્વારા ઘણા રોકેટનો નાશ કરવામાં આવ્યો હતો.

ગત અઠવાડિયે લેબનોનમાં અનેક પેજર બ્લાસ્ટ થયા હતા. જેમાં એક ડઝન લોકોના મોત થયા હતા અને 1500થી વધુ લોકો ઘાયલ થયા હતા. બીજા દિવસે વોકી ટોકીમાં વિસ્ફોટ થયો. આ હુમલા બાદ  હિઝબુલ્લા ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. હવે તો હિઝબુલ્લાએ ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ ખાતે આવેલ મોસાદના મુખ્યાલય પર કાદર-1 બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી.

આ હુમલાથી મોસાદના હેડક્વાર્ટરને કોઈ નુકસાન થયું ન હતું કારણ કે ઈઝરાયેલે ડેવિડ સ્લિંગ નામની તેની એર ડિફેન્સ સિસ્ટમ વડે મિસાઈલને હવામાં જ નષ્ટ કરી હતી. તે મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ છે, જે ટૂંકા અંતરની મિસાઈલોને અટકાવવા માટે રચાયેલ છે.

અહી પણ જોવો : chinas-missile-launch-raises-concerns-in-the-us

IDFનું કહેવું છે કે હિઝબુલ્લાએ જે વિસ્તારમાંથી હવાઈ હુમલો કર્યો તે વિસ્તારની ઈમારતો અને લોન્ચરનો નાશ કર્યો છે. આ પહેલીવાર છે જ્યારે હિઝબુલ્લાહે તેલ અવીવમાં હુમલો કર્યો છે. ઇઝરાયેલે મંગળવારે ઉત્તરી ઇઝરાયેલમાં 300 રોકેટ છોડ્યા હતા. આ પહેલા ઈઝરાયેલે 1600 ટાર્ગેટ પર હુમલો કર્યો હતો.

મોસાદનું નામ વિશ્વની સૌથી ખતરનાક ગુપ્તચર એજન્સીઓમાં લેવાય છે. લેબનોનમાં પેજર અને વોકી ટોકી બ્લાસ્ટ પાછળ ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદનું નામ આવી રહ્યું છે.

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *