વડાપ્રધાન મોદીનો અમેરિકા પ્રવાસ ‘ખાસ’ બની રહેશે, અમેરિકન પ્રેસિડેન્ટ ચૂંટણીને થશે અસર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે જવાના છે. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ તેમની સાથે મુલાકાત કરશે. અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ ભારતીય-અમેરિકનોને આકર્ષવા માટે આ બેઠક યોજી રહ્યા હોવાની ચર્ચા ચગડોળે ચઢી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બર સુધી ક્વાડ સમિટમાં ભાગ લેવા અમેરિકા જશે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ મોદી સાથે મુલાકાત કરવાના છે. જો કે વડાપ્રધાનની આ વખતની અમેરિકા મુલાકાત અમેરિકન પ્રેસિડેન્ટ ચૂંટણી માટે અસરકર્તા સાબિત થશે તે વાતમાં કોઈ બેમત નથી.
વડાપ્રધાન મોદી અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે. હવે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક છે અને તેમાં ભારતીય-અમેરિકનોએ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ટ્રમ્પ ભારતીય-અમેરિકનોને રીઝવવા મોદી સાથે ઉષ્માસભર મુલાકાત કરશે તેવો મત પ્રવર્તમાન છે.
ટ્રમ્પે પીએમ મોદી સાથેની તેમની મુલાકાતની જાણકારી આપી છે. આ બેઠક બંને નેતાઓ વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે. ટ્રમ્પના નજીકના સહયોગી અલ મેસને આ બેઠક અંગે મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે બંને મજબૂત નેતા છે અને બંને એકબીજાનું સન્માન કરે છે.